- બેદરકાર બાઇકર્સનો આતંક
- યુવાઓનો સ્પીડ ક્રેઝ અન્યના જીવને જોખમમાં મૂકે છે
- ઝડપી બાઇક ચલાવી યુવાનો લઇ રહ્યા છે વિકૃત આનંદ
સુરત: કતારગામ અને અડાજણને જોડતા જિલાની બ્રીજ પર બાઈકર્સનો આતંક વધી રહ્યો છે. બેદરકાર બાઈકર્સ બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, ત્યારે લોકો આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માટેની માગ કરી રહ્યા છે.
- અસામાજિક તત્વો બેફામ બાઈક હંકારે છે
સુરતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને બેફામ બાઈક હંકારતા અસામાજિક તત્વો બેફામ બાઈક હંકારી લોકોના જીવને જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે. સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલાની બ્રીજની પર છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના બાઈકર્સનો ત્રાસ વધી રહ્યો છે. આવા લોકો આ પ્રકારે વાહનો હંકારી જાણે અકસ્માતને આમંત્રણ પાઠવી રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
- બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માંગ
પોલીસને આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરવા માગ કરી છે. જિલાની બ્રીજ પર મોટી સંખ્યામાં લોકો બેસવા આવે છે. આવા સમયે અહીં બાઈકર્સ આ પ્રકારે વાહનો હંકારી અકસ્માતો સર્જી રહ્યા છે, ત્યારે પોલીસ પણ અહીં સતત પેટ્રોલિંગ કરી આવા બાઈકર્સ સામે કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.