- સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો
- મોડમોડે જાગ્યું તંત્ર
- 6 રેસિંગ બાઈક અને 2 કાર કબ્જે કર્યા
સુરત: સુરતના પીપલોદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આખરે પોલીસ જાગી હતી. અને બેફામ બાઈક હંકારતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. સુરત ટ્રાફિક પોલીસે અલગ અલગ પોઈન્ટ પર વોચ ગોઠવી અને ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા લોકોને પકડ્યા હતા. ત્યારબાદ તેમની બાઈક કબ્જે કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી 6 બાઈક અને 2 કાર કબ્જે કરી છે. અને 8 લોકોને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરતના વેસુ અને ડુમસ રોડ પર બાઈકર્સ બેફામ બાઈક હંકારી સ્ટંટ કરતા હોય છે જેના વીડિયો પણ ભૂતકાળમાં વાઇરલ થયા છે અને અકસ્માતના બનાવો પણ બની ચુક્યા છે. ત્યારે પોલીસ હવે મોડે મોડે જાગી છે અને આવા બાઈકર્સ સામે કાર્યવાહી શરુ કરી છે.
બાઈકર્સ ગેંગનો રહે છે આંતક