ગુજરાત

gujarat

Traffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...

By

Published : May 21, 2022, 5:27 PM IST

સુરતના સચિન સ્થિત સાતવલ્લા પુલ પાસે વાહન ચેકિંગના નામે ઉઘરાણી કરતા ટ્રાફિક કોન્સ્ટેબલનો (Surat Traffic Constable Fundraising) વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. આ વિડીયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. રૂપિયાની ઉઘરાણી કરતા કોન્સ્ટેબલને (Traffic Constable Fundraising) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

Traffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...
Traffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...

સુરત : સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનના નામે રૂપિયા (Traffic Constable Fundraising) ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ સુરતના સચિન ચાર રસ્તા ખાતે આવેલા સાતવલ્લા પુલ પાસે ટ્રાફિકના કોન્સ્ટેબલ મોપેડ પર જતા વિદ્યાર્થીઓને રોકી ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ 3300 રૂપિયાના મેમો આપવાની ધમકીઓ આપી હતી. યુવતીએ આજીજી કરતા કોન્સ્ટેબલે તેઓની કોઈ વાત સાંભળી ના હતી. બાદમાં 500 રૂપિયા પડાવી લીધા હતા. યુવતીએ 500 રૂપિયાની પાવતી માંગી હતી. જોકે, તે પાવતી પણ અપાઈ ના હતી. જેને સમગ્ર ઘટનાનો વિડીયો પણ યુવતીએ ઉતારી લીધો હતો.

આ પણ વાંચો :Ahmedabad Traffic Police: સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવનારાઓ ચેતી જજો નહીં તો...

રૂપિયા ખિસ્સામાં નાખી વિદ્યાર્થિનીને જવા દીધી - વિડીયોમાં વિદ્યાર્થિનીએ આજીજી કરતા કહ્યું, સાહેબ થોડી તો દયા કરો. મારા બાપા એટલા પૈસાવાળા નથી. આ પૈસા સરકાર પાસે જ જવાના છે. જોકે, આખરે આ પોલીસકર્મીએ 300 રૂપિયા ખિસ્સામાં નાખી વિદ્યાર્થિનીને જવા દીધી હતી. વિદ્યાર્થિનીએ જતી વેળા કહ્યું કે, સાહેબ, આ પૈસા કામમાં નહીં આવે. ફૂટીને નીકળી જશે. આખરે આ વિડીયો વાયરલ (Surat Constable Goes Viral Video) થતા ચકચાર મચી જવા પામી હતી. તેમજ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ (Surat Police Collection) હરકતમાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ બાદ રૂપિયા ઉઘરાવનાર કોન્સ્ટેબલ લાલજી બાલુ ગામીતને સસ્પેન્ડ કરી દીધો હતો.

આ પણ વાંચો :વાહનચાલકોએ હવે બપોરે ટ્રાફિક સિગ્નલ પર નહીં રહેવું પડે ઊભા, ટ્રાફિક પોલીસે શું રાહત આપી, જૂઓ

આ મામલે ગૃહપ્રધાને રજૂઆત -ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ ખોટી (Surat Traffic Police) રીતે ઊઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદો પણ ઉઠી છે. થોડા દિવસો અગાઉ સહારા દરવાજા પાસે ટોળકી બનાવી ગેરકાયદે રૂપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. તેમજ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ પણ આ મામલે ગૃહપ્રધાને રજૂઆત પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત ભૂતકાળમાં આવા રૂપિયા ઉઘરાવતા કોન્સ્ટેબલ અને TRB જવાનોને સસ્પેન્ડ પણ કરાયા છે તેમ છતાં આ સિલસિલો હજી પણ યથાવત છે

ABOUT THE AUTHOR

...view details