- ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
- સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરનેને આવેદનપત્ર આપ્યું
- સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં ઘણી ઓછી
સુરત: ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ (uttar bharatiya rail sangharsh samiti) દ્વારા સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરને (surat railway station director) મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તમે જાણતા જ હશો કે દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર (industrial center of the country) છે, જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી (north indian in south gujarat) 20 લાખથી વધુ લોકો રોજગારી (employment in south gujarat) મેળવે છે, જેમના આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ સુરતથીઉત્તર ભારત તરફ જતી ટ્રેનો (Surat To North India trains)ની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે. આ કારણે મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે, એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે. આ હકીકતથીરેલવે તંત્રપણ સારી રીતે પરિચિત છે.
5 વર્ષથી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ કરી રહી છે સંઘર્ષ
ઉત્તર ભારતની રેલ સમસ્યા (rail problem of north india) માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા 5 વર્ષથી સંઘર્ષ કરી રહી છે, જે અંતર્ગત 2 વિશાળ રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન, રેલવે પ્રધાન (railway minister of india)નો ઘેરાવ સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે. વિવિધ તબક્કે રેલવેના GM, DRM સાથેના પત્રવ્યવહાર બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, ઉધના-જલગાંવ ટ્રેક (udhana jalgaon railway track) ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે.
કોરોનાના કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું
આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને પગલે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. સમિતિના સંયોજક અજીત તિવારી અને વરિષ્ઠ સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે, રેલવે તંત્ર હવે સામાન્ય સંજોગોમાં પણ તેના ભરોસા પર ખરું ઉતરી રહ્યું નથી, તેથી ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ રેલવે તંત્રને વિનંતી કરે છે કે તેઓ દ્વારા અગાઉ આપેલા વચન મુજબ અમારી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરો અન્યથા અમારે ઉગ્ર આંદોલન (protest for trains) કરવા માટે મજબૂર થવું પડશે, જેની સમગ્ર જવાબદારી રેલવે તંત્રની રહેશે.