ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: કોરોનામાં જાહેરનામાના ભંગના નોંધાયેલા 30 હજાર કરતા વધુ કેસની અરજીઓ કોર્ટએ ફગાવી - Application for breach of disclosure

સુરતમાં કોરોના દરમિયાન જાહેરનામાનો ભંગના નોંધાયેલ 30 હજાર કેસની અરજીઓને કોર્ટએ પ્રથમ સુનાવણીમાં ફગાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે કોર્ટની મંજૂરી ન લેતા કોર્ટેએ કોવિડ નિયમના ભંગની તમામ અરજીઓ ફગાવી દીધી છે.

surat
સુરત: કોરોનામાં જાહેરનામાના ભંગના નોંધાયેલા 30હજાર કરતા વધુ કેસની અરજીઓ કોર્ટએ ફગાવી

By

Published : Aug 7, 2021, 10:40 AM IST

  • સુરતમાં કોર્ટે જાહેરનામા ભંગની 30 હજાર અરજી ફગાવી
  • પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામાં અંગે કોર્ટની મંજૂરી નહોતી લીધી
  • એપેડમિક એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા ગુના

સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોના ગાઈટલાઈન નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ સુરત શહેર પોલીસે 30 હજાર કરતા વધુ લોકો સામે 188,269,270,271 અને એપિડેમીક એક્ટ 2005 ની કલમ 3 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરતાં સુરત કોર્ટેએ તમામ અરજીઓ ફગાવી દીધી છે.

કોર્ટે અરજી ફગાવી

પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા 188,269,270,271 મુજબ કોરોના ગાઈટલાઈનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ જાહેરનામાની મંજૂરી લેવા કોર્ટને લેખિત રજૂઆત કરવાની હોય છે ત્યાર બાદ 195 (1) મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરી શકે છે પરંતુ કોર્ટની પરવાનગી ન લેતા કોવિડ નિયમના ભંગ ની તમામ 30 કરતા વધુ અરજીઓ કોર્ટએ ફગાવી દીધી છે.

આ પણ વાંચો : Gujarat rain update: રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ

કોરોના ગાઈડલાઈન નિયમ

સુરતના વકીલ પિયુષ માંગુકિયાએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન સુરત પોલીસ અને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં માસ્ક વગરના,કરફ્યુ સમયમાં બિન જરૂરી બહાર નીકળનાર સામે ગુનો નોંધવા જાણાવ્યું હતું. સુરત પોલીસ દ્વારા એપિડેમીકની કલમ 188,એપિડેમીક એક્ટ 269,270,271 મુજબનો ગુનો નોંધવામાં આવેલો હતો NC પ્રકારનો હોવાથી સૌ પ્રથમ કોર્ડની મંજૂરી લેવામાં આવે છે.

સુરત: કોરોનામાં જાહેરનામાના ભંગના નોંધાયેલા 30હજાર કરતા વધુ કેસની અરજીઓ કોર્ટએ ફગાવી

આ પણ વાંચો : સરકારના 'રોજગાર દિવસ' સામે આમ આદમી પાર્ટીએ ઉજવ્યો 'બેરોજગાર દિવસ'

બે પ્રકારના ગુના

NC નોન કૉગજીનેબલ અને કૉગજીનેબલ જ્યારે નોન કૉગજીનેબલ ગુનો હોય ત્યારે કોર્ટની 188 મુજબની નોન કૉગજીનેબલ ગુનો ગણાય તેમાં CRPC 195 પ્રમાણે કોર્ટ માંથી પૂર્વ પરવાનગી લેવી પડે છે એ પરવાનગી માત્ર જે જાહેરનામું બહાર પાડનાર સુરત શહેરના પોલીસ કમિશનર અને ગ્રામીણ વિસ્તારમાં કલેકટર સાહેબ આવે છે ખુદ કલેકટર અને કમિશનરને ફરિયાદી બનવું પડે છે, કોર્ટ માંથી CRPC 195ની જોગવાઈ મુજબ કોર્ટની પૂર્વ પરવાનગી લેવી પડે ત્યારબાદ ગુનો રજીસ્ટર થાય ત્યારે ચાર્જશીટ રજૂ કરવાની હોય છે સુરત પોલીસ અને કલેક્ટર દ્વારા કોઈ જાતની પરવાનગી લીધા વગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી કોર્ટ દ્વારા પ્રોસેસર પ્રમાણે નો ભંગ કરેલો હોવાથી નામદાર કોર્ટેએ CRPCની કલમ 258 મુજબ આ કેસની પ્રથમ સુનાવણીમાં આરોપીને સમક્ષ કર્યા વગર 32 હજાર થી વધુ કેસો નિકાલ કરી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details