- કાપડ માર્કેટો સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- રાજ્યોમાં હાલ લોકડાઉન જેવી સ્થિતિ હોવાથી વેપારમાં કોઈ વધારો નહીં
- મનપા દ્વારા માર્કેટના તમામ કર્મચારીઓ માટે વેક્સિન રજિસ્ટ્રેશન ફરજિયાત
સુરત : રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેથી સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ (Night curfew)માં એક કલાકની છૂટ આપવામાં આવતા FOSTTA (Federation of Surat Textiles Traders Association)ના દ્વારા 26 જૂન શનિવારથી કાપડ માર્કેટો (Textile market)નો સમય સવારે 9:30થી રાત્રે 8 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કાપડના જથ્થાથી અવરજવર ચાલુ રહેશે. મનપા દ્વારા માર્કેટના તમામ કર્મચારીઓ માટે વેક્સિન રજિસ્ટ્રેશન (Vaccine registration) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાં હાલ લોકડાઉન હોવાથી વેપાર કોઈ વધારો થશે નહીં. તેવું કાપડ વેપારીઓ માની રહ્યા છે.
આ પણ વાંચો :સુરતમાં કાપડ માર્કેટ ખોલવાની મંજૂરી મેળવવાં માટે ટેક્સટાઈલ એસોસિએશને કલેક્ટરને પત્ર લખ્યો
માર્ચથી લઈને મે સુધી રમઝાન, લગ્ન-પ્રસંગ, સ્કૂલ યુનિફોર્મ મુખ્ય જે સિઝન હતી તે બધી સમાપ્ત થઈ ગઈ
FOSTTA ડાયરેક્ટર રંગનાથ સાડાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ સંક્રમણ ઘટી રહ્યું છે તેમ તંત્ર દ્વારા સમયમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પહેલા ત્રણ વાગ્યા સુધી માર્કેટ ખુલ્લી રાખવાની છૂટ હતી, ત્યારબાદ સાત વાગ્યાનો સમય કરવામાં આવ્યો હતો. હવે રાત્રિ 8 સુધી માર્કેટ ખુલ્લી રાખી શકાશે. કારણ સમય મર્યાદા મુજબ બહાર ગામથી કોઈ વેપારી અહીં આવી શકતા ન હતા. સમય મર્યાદિત હોવાના કારણે વેપારી ખરીદી પણ કરી શકતો ન હતો અને કોરોનાનો ભય રહેતો હતો. જેના કારણે વેપારી આવી શકતા ન હતા. સમયમાં વધારો થતાં હવે વેપારી આવી શકશે પણ વેપારમાં ખાસ કોઈ ફાયદો નથી. કારણ કે માર્ચથી લઈને મે મહિના સુધી રમઝાન, લગ્ન-પ્રસંગ, સ્કૂલ યુનિફોર્મ મુખ્ય જે સિઝન હતી તે બધી સમાપ્ત થઈ ગઈ છે.