સુરત: ઘણા સમયથી કાપડ માર્કેટ (Surat Textile Market)માં ચાલી રહેલી મંદી બાદલગ્નસરા (marriage season in north india) અને રમઝાનની ખરીદીથી વેપારીઓની હોલસેલમાં ખરીદી (Shopping in wholesale Surat) શરૂ થતા તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 8-10 દિવસથી વેપાર વધ્યો છે. પાર્સલોના ડિસ્પેચિંગ માટે ટ્રક ઓછી પડી રહી છે. હોળી બાદ લગ્નસરાની સીઝન (marriage season in gujarat) શરૂ થઈ જતી હોય છે. મંદીના માહોલમાંથી પસાર થઇ રહેલાટેક્સટાઇલ ઉદ્યોગ (textile industry surat) માટે આ એક મોટી તક છે.
પાર્સલોનું ડિસ્પેચિંગ વધી રહ્યું છે- યુપી અને મધ્યપ્રદેશમાં લગ્નસરાને કારણે રૂપિયા 200થી 500ની રેન્જમાં સાડીની ખરીદી (Purchase of saree in surat) શરૂ થઈ છે. લગ્નસરા અને રમઝાનના તહેવારનો લાભ મળવાની આશા વેપારીવર્ગ રાખી રહ્યો છે. લગ્નસરામાં ઉત્તર ભારત અને રમઝાનમાં દક્ષિણ ભારતથી ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. વેપારીઓમાં ખાસ કરીને નાના અને મધ્યમ ગામમાંથી રુપિયા 500 સુધીની સાડી અને ડ્રેસ મટિરિયલની ખરીદી અત્યારે નીકળી છે અને તેને કારણે પાર્સલોનું ડિસ્પેચિંગ પણ ધીમે ધીમે વધી રહ્યું છે.
આ પણ વાંચો:GST On Textile Industry: કાપડ પર 12 ટકા GST લાગુ કરવાના નિર્ણય સામે વેપારીઓનું બંધ એલાન