ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Takshashila fire case: બચાવપક્ષના વકીલે કરી ડોકટરોની ઉલટ તપાસ

સુરતના ચકચારી તક્ષશિલા અગ્નિકાંડમાં ( Surat Takshashila fire case ) 14 આરોપી સામે ચાર્જ ફ્રેમ થયા બાદ ભોગ બનેલા 22 પૈકી 5 બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટરોની અઢી કલાસ સુધી સરકારી વકીલે ઉલટતપાસ કરી છે. ન્યાયિક પ્રક્રિયામાં બચાવ પક્ષના વકીલોએ ડોકટરને 60 સવાલો કર્યા હતાં. ડોકટરોએ પોસ્ટમોર્ટમમાં બહાર આવેલાં તથ્યો વિશે જુબાની આપી હતી.

Surat Takshashila fire case: બચાવપક્ષના વકીલે કરી ડોકટરોની ઉલટ તપાસ
Surat Takshashila fire case: બચાવપક્ષના વકીલે કરી ડોકટરોની ઉલટ તપાસ

By

Published : Jul 17, 2021, 8:41 PM IST

  • સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં સરકારી વકીલે કરી ઉલટતપાસ
  • બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની ઉલટતપાસ થઈ
  • આગની ઘટનામાં 22 બાળકોના મોત નિપજ્યાં હતાં

સુરતઃ સુરતમાં સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડ બનેલી આગની ઘટનામાં ( Surat Takshashila fire case ) 22 બાળકોનાં મોત નિપજયાં હતાં. આ ઘટનામાં ટ્યુશન ક્લાસીસ સંચાલક,બિલ્ડર, પાલિકાના અધિકારી સહિત ફાયરબ્રિગેડ અધિકારી અને જીઈબીના અધિકારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. કુલ 14 આરોપીઓ ઉપર ગુનો નોંધાયો હતો, જે પૈકી હાલ 11 આરોપીઓ જમીન ઉપર છે. 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયા બાદ ગત શુક્રવારના રોજ ન્યાયિક પ્રક્રિયાની શરૂઆત થઇ હતી. જેમાં 5 બાળકોનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટરોની અઢી કલાસ સુધી સરકારી વકીલે ઉલટતપાસ કરી છે. ન્યાયિક પ્રક્રિયામાં બચાવ પક્ષના વકીલોએ ડોકટરને 60 સવાલો કર્યા હતાં. ડોકટરોએ પીએમમાં જણાઇ આવેલ તથ્ય મુજબ બાળકોનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે જુબાની આપી હતી.

બચાવ પક્ષના વકીલોએ ડોકટરને 60 સવાલો કર્યા હતાં
ડોક્ટરોની 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જુબાની લેવામાં આવીફરિયાદી પક્ષના વકીલ પીયૂષ માંગુકિયાએ જણાવ્યું હતું કે સુરત અગ્નિકાંડની ( Surat Takshashila fire case ) મેટરમાં તપાસ કરનાર અધિકારી દ્વારા 10 હજાર કરતાં વધુ પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટના અનુરૂપ જેમાં વિટનેસ નંબર 190થી 391 ડોકટરો છે.પોસ્ટમોર્ટમ કરનાર બાળકોના પીએમ કરનાર ડોક્ટરની જુબાની લેવામાં આવી છે. નામદાર કોર્ટ દ્વારા બાળકોનું પીએમ કરનાર ડોક્ટરોની 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જુબાની લેવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે બાળકોનું શરીર સંપૂર્ણપણે 99% સળગી ગયું હતું. બાળકોના ફેફસાંના ભાગ નીકળી ગયાં હતાં અને બાળકોની સંબંધીઓ દ્વારા ઓળખ પરેડ કરવામાં આવી હતી.આ પણ વાંચોઃ સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી છલાંગવધુ ડોકટરોની જુબાની માટે 27 જુલાઈના રોજ નામદાર કોર્ટમાં બોલાવ્યાંનામદાર કોર્ટ દ્વારા પીએમ કરનાર ડોક્ટરે રજૂઆત કરી હતી આવી સરકાર પક્ષના અનુરૂપ જુબાની આપવામાં આવેલી હતી. અને બચાવ પક્ષના વકીલ દ્વારા ઉલટતપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ વિટનેસ તપાસ માટે અમે નામદાર કોર્ટમાં વધુ ડોકટરોની જુબાની માટે 27 જુલાઈના રોજ નામદાર કોર્ટમાં બોલાવ્યાં છે તેમની પણ જુબાની લેવામાં આવશેઆ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડ: જેલમાં બંધ અધિકારી સામે અપ્રમાણસર સંપતિ રાખવા બદલ ગુનો દાખલ

ABOUT THE AUTHOR

...view details