સુરત:વેસુ વિસ્તારમાં આવેલી કાસા બ્લેન્કા હોટેલમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતી નેપાળી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતો. આ ઘટનામાં પોલીસે સુસાઈડનોટ કબજે કરી(Police seized a suicide note) હતી જેમાં હોટેલના માલિક સાથે પ્રેમ(Love with the hotel owner) સંબંધમાં તેણીએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે હોટેલના માલિક સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી તેની ધરપકડ કરી છે.
Surat Suicide Case: હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધમાં રીસેપ્શનીસ્ટએ આત્મહત્યાનું પગલું ભર્યું
કાસા બ્લેન્કા હોટેલ કે જે વેસુ વિસ્તારમાં છે જેમાં નેપાળી યુવતી રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતી હતી કે જેણે નેપાળી યુવતીએ હોટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધ(Love with the hotel owner) હતો જેમાં યુવતી જાતીય શોષણ, શારીરિક અને માનસિક રીતે ફસાઈ હોવાનું પોલીસને જાણવા મળેલું હતું.
નેપાળની યુવતીની એક સુસાઈડ નોટ મળી આવી હતી -વેસુ સ્થિત સિગ્નેચર શોપર્સમાં(Signature Shoppers) આવેલી કાસા બ્લેન્કા હોટલમાં(Casa Blanca Hotel) રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતી અને નેપાળની યુવતીએ હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો(Surat police team) ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેના પર જાતીય શોષણ(Sexual abuse) અને શારીરિક, માનસિક ત્રાસના(Mental torture) ઉલ્લેખની દર્દનાક દાસ્તાનનો ઉલ્લેખ કરતી એક સુસાઈડ નોટ મળી આવી હતી.
દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ - જેના આધારે પોલીસે હોટલ માલિક સંજય કુંરજીભાઈ કુંભાણી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે યુવતીએ જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક દાસ્તાનભરી સુસાઈડ લખી છે. સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ સંજય સાથે પ્રેમસંબંધમાં દગો મળતા પગલું ભર્યું હોવાનું લખ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.