સુરત:જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે(Sayan village of Olpad taluka) આવેલ લક્ષ્મી વીલા એપાર્ટમેન્ટ(Lakshmi Villa Apartment) રાંદલ માતા મંદિર પાછળ રહેતા પરપ્રાંતીય યુવાન તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા કરવામાં આવતી રૂપિયાની માંગણી(Demand for Money) થી ત્રાસી કંટાળી(young guy attempt suicide) ગયો હતો. સાયણ રેલવે સ્ટેશન(Sayan railway station) પર જઈ ટ્રેનની નીચે પડતું મૂકી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.
યુવાને આત્મહત્યા કરી એ પહેલા એણે પોતાનો એક વિડિયો બનાવેલ જેમાં આત્મહત્યા કરવા માટે કોણ જવાબદાર છે તેંમના નામનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો હતો. આ પણ વાંચો:Surat Suicide Case: હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધમાં રીસેપ્શનીસ્ટએ આત્મહત્યાનું પગલું ભર્યું
આત્મહત્યા પહેલા યુવાને વીડિયો બનાવ્યો -યુવાને આત્મહત્યા કરી એ પહેલા એણે પોતાનો એક વિડિયો બનાવેલો. જેમાં આત્મહત્યા કરવા માટે કોણ જવાબદાર છે તેમના નામનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો હતો. સાયણ ગામ સુધી ડ્રાઇવિંગ કરી તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાને વિડીયોમાં જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી તેના સાસુસસરા અને સાળીઓ મોટી રોકડ રકમની માંગણી કરી સતત ઝઘડો કરી રહ્યાં હતાં. જેનાથી તે માનસિક શાંતિ ગુમાવી ચૂક્યો હતો અને તેને આ પગલુ લેવું પડ્યું હતું.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં, પ્રોફેસર વિદ્યાર્થીનીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ
પોલીસે તમામ વિરુદ્ધ દુષ્યપ્રેરણા બદલ ગુનો નોંધ્યો -યુવકે આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોને લઈને ઓલપાડ પોલીસ એક્શનમાં આવી છે. વિડીઓમાં કરેલા નામજોગ ઉલ્લેખને લઈને પોલીસે તમામ વિરુદ્ધ દુષ્યપ્રેરણા આપવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વીડિયો એ એક યુવાનની સુસાઈડ નોટની કડી(video young man's suicide note) સાબિત થઈ છે.