ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Suicide Case: 22 વર્ષીય પરણીતાએ બાળકીના ભવિષ્યને કર્યું નજર અંદાજ, પોતાનું જીવન ટૂંકાવ્યું - Surat Suicide Case

સુરતના સચિન GIDC વિસ્તારમાં(Sachin GIDC area of Surat) રહેતી 22 વર્ષીય પરણિતાએ પોતાના 8 માસના બાળકીને મૂકી, ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. હાલ આ મામલે સચિન GIDC પોલીસે(Sachin GIDC Police) આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat Suicide Case: 22 વર્ષીય પરણીતાએ બાળકીના ભવિષ્યને કર્યું નજર અંદાજ, પોતાનું જીવન ટૂંકાવ્યું
Surat Suicide Case: 22 વર્ષીય પરણીતાએ બાળકીના ભવિષ્યને કર્યું નજર અંદાજ, પોતાનું જીવન ટૂંકાવ્યું

By

Published : Aug 9, 2022, 6:51 PM IST

સુરત:શહેરના સચિન GIDC વિસ્તારમાં(Sachin GIDC area of Surat ) રહેતી 22 વર્ષીય રાજકુમારી રાજેશકુમાર સહાનીએ ગતરોજ પોતાના ઘરે પોતાના 8 માસના બાળકીને રૂમમાં મૂકી, પંખે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. તાત્કાલિક નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડોક્ટરે પરણિતાને મૃત જાહેર કરતા પરિવાર શોકની લાગણીમાં છવાઈ ગયો હતો. હાલ, આ મામલે સચિન GIDC પોલીસે(Sachin GIDC Police) આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:આત્મહત્યા બાદ યુવકને હજૂ હોસ્પિટલ જ લાવ્યા હતા, ત્યાંતો સાથે આવેલી મહિલાએ પણ પડતું મુક્યું

રાજકુમારીના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા -રાજકુમારી રાજેશકુમાર સહાની પરિવાર સાથે 15 દિવસ પહેલા મૂળ વતન બિહારથી સુરત આવ્યા હતા. આ બાબતે મૃતક પરણીતા રાજકુમારીના ભાઈ ધીરજ ચંદ્ર જણાવ્યું કે, મારી બહેન રાજકુમારીના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેને આઠ માસની બાળકી પણ છે. બિહારથી સુરત આવ્યા બાદ રાજેશકુમાર પેઇન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આ પણ વાંચો:ફાસ્ટ ટ્રેક કોર્ટ બીજા માળેથી આરોપીએ મોતની છલાંગ લગાવી

માનસિક તણાવને કારણે આત્મહત્યા કર્યો હોય તે માની શકાય છે -વધુમાં તેના ભાઈ ધીરજ ચંદ્રએ જણાવ્યું કે, આત્મહત્યા કરવાનું પાછળનું કારણ તો અમને પણ ખ્યાલ નથી, પરંતુ બહેને બાળકીને જન્મ આપ્યા બાદ ખૂબ જ અશક્ત થઈ ગઈ હતી. તે ઉપરાંત રાજકુમારી સતત માનસિક તણાવમાં(Constant mental stress) પણ હતી. માનસિક તણાવને કારણે આત્મહત્યા કર્યો હોય તે માની શકાય તેમ છે. હવે આ આઠ માસની બાળકીને કોણ સંભાળશે, તેને લઈને પરિવારમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકુમારીના આત્મહત્યાના મામલે હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details