ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 'વિપુલ ગાજીપરા ગેંગ' નાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગનાં દરેક સભ્યોનાં નામે શહેરનાં વિવિધ વિસ્તારોનાં પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બંને આરોપીઓને પોરબંદર જેલમાં ખસેડવામાં આવ્યાં છે.

સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ
સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ

By

Published : Jan 29, 2021, 10:25 AM IST

  • GCTOC કાયદા અંતર્ગત ગુનો નોંધાયો
  • ગેંગના 3 આરોપીઓ પહેલાથી જ જેલમાં બંધ
  • ક્રાઇમ બ્રાન્ચ અને એસીપી કરી રહ્યાં છે વધુ તપાસ

સુરત: પોલીસે સુરતની કુખ્યાત 'વિપુલ ગાજીપરા ગેંગ' સામે GCTOC કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી સહિતના 30 ગુના પહેલાથી જ નોંધાયેલા છે. માનવામા આવી રહ્યું છે કે, આ દક્ષિણ ગુજરાતનો પ્રથમ કેસ છે અને તેનો મુખ્ય આરોપી વિપુલ ડહ્યાભાઇ ગાજીપરા તથા ડેનિશ નાનો ( ડેનિયો ) રમેશચંદ્ર બિલાડાવાળાને પોરબંદર જેલમાં મોકલવામાં આવ્યા છે. વિપુલ ગાજીપરા ગેંગના 4 આરોપીઓ ઉપર પાસા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે અન્ય 10 સભ્યો વિરુદ્ધ પણ નોંધ્યા છે કેસ
સુરત પોલીસ દ્વારા આ આરોપીઓની 2001માં પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ જામીન પર મુક્ત થયા હતા. અમૂક સમય બાદ ફરી ધરપકડ થઇ ત્યારે પોલીસ દ્વારા આરોપી અલ્તાફ ગફરભાઈ પટેલને જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં અને મુદત પુરી થયા બાદ અર્જુનકુમાર અરવિંદકુમાર સતનારાયણ પાંડે જેલમાંથી મુક્ત કરાયા હતા. વિપુલ ગાજીપરા ગેંગના 3 આરોપીઓ જેલમાં બંધ છે અને એક આરોપી હાલ જામનગર જેલમાં ખુનનાં કેસમાં બંધ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચનાં ચોપડે આ ગેંગનાં 10 સભ્યો વિરુદ્ધ કેસ નોંધાયા છે.

દક્ષિણ ગુજરાતનો પ્રથમ GCTOC એક્ટ હેઠળનો કેસ

આ ગેંગ સામે GCTOC કાયદા અંતર્ગત ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ અને અટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર ઉજ્વલદીપ યૂડી, બ્રિજમોહનસિંગ અને અર્જુનકુમાર અરવિંદકુમાર સતનારાયણ પાંડેને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ ગેંગમાં કુલ 10 લોકો છે. આ તમામ સાગરીતો દ્વારા શહેરના ડી.સી.બી, લાલગેટ, કાપોદ્રા, વરાછા, સરથાણા, ખટોદરા, કતારગામ, રાંદેર, અમરોલી, ઉમરા અને અઠવાલાઇન્સ આ તમામ પોલીસ સ્ટૅશનોમાં ગુનાઓ નોંધાયા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગ અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો પ્રથમ GCTOC એક્ટ હેઠળનો કેસ વિપુલ ગાજીપરા ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ ગેંગની વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસીપી સી.કે.પટેલ કરી રહ્યા છે.

પકડાયેલ આરોપીઓ:
1. ઉજ્વલદીપ યૂડી બ્રિજમોહનસિંગ
2. અર્જુનકુમાર અરવિંદકુમાર સતનારાયણ પાંડે ( હાલ કોવિડ સેન્ટરમાં છે )

ગેંગનાં 10 સભ્યોનાં નામ:
1. વિપુલ ડહ્યાભાઇ ગાજીપરા
2. ડેનિશ નાનો ( ડેનિયો ) રમેશચંદ્ર બિલાડાવાળા
3. અર્જુનકુમાર અરવિંદકુમાર સતનારાયણ પાંડે
4. આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા
5. ઉજ્વલદીપ યૂડી બ્રિજમોહનસિંગ
6. મોહમદ ઈલિયાસ બીલાલ કાપડિયા
7. શશાંકસિંહ મોહિત વિશ્વપ્રતાપસિંહ
8. અંકિતકુમાર ડોક્ટર કર્મવીરસિંગ
9. કપિલકુમાર પોપિન ધનરાજ જટાઉ વકીલ
10.અલ્તાફ ગફુરભાઈ પટેલ

ABOUT THE AUTHOR

...view details