સુરતઃ શહેરના વિદ્યાર્થી માહિત ગઢીવાલાએ 22મી એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં (Asian Physics Olympiad 2022) 50માંથી 35 માર્ક્સ સાથે વર્લ્ડ રેન્ક મેળવ્યો છે. સાથે જ માહિત ગઢીવાલાએ બ્રોન્ઝ મેડલ જીતીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આ સાથે સુરતનું પણ ગૌરવ વધાવ્યું છે. આ વિદ્યાર્થીએ સમગ્ર વિશ્વમાં માહિત ગાડીવાલાએ આમાં 29મો ક્રમાંક મેળવ્યો છે.આ પહેલા માહિતે ગયા વર્ષે જાપાનના ઓસાકા ખાતે આયોજિત 53મા કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ (Silver medal in Chemistry Olympiad) પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું.
સુરતના વિદ્યાર્થીએ મેળવ્યો 29મો ક્રમાંક -આ 22મી એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં (Asian Physics Olympiad 2022) 28 દેશોના કુલ 218 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જોકે, આખા વિશ્વમાં માહિત ગાડીવાલાએ આ તમામ ઉમેદવારોને પાછળ છોડી 29મો ક્રમાંક મેળવ્યો છે. માહિત ગઢીવાલાએ ખૂબ જ સારા રેન્ક મેળવી પોતાના પરિવાર અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે.
આ પણ વાંચો-world disable day 2021: જીવનના અનેક પડકારો ઝીલી ભારતનું નામ રોશન કરનાર દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂટી વિશે જાણો...
દેશમાંથી ૬ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ - આ એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં દેશમાંથી 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી એક સુરત શહેરના માહિત ગઢીવાલા પણ હતો. તેણે અહીં 50માંથી 35 માર્ક્સ સાથે વર્લ્ડ રેન્ક મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સાથે જ તેણે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેણે આ એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં એક્સપરિમેન્ટમાં કુલ 12.8 ટકા તથા થિયરીમાં 24.2 એમ કુલ 33.4 ગુણ મેળવી આખા દેશમાં ફાસ્ટ ક્ર્મ મેળવ્યો છે.
આ પણ વાંચો-Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું
જાપાનમાં પણ કર્યું નામ રોશન -આ બાબતે માહિત ગઢીવાલાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 1 વર્ષથી મહેનત કરતો હતો અને આજે મને એનું પરિણામ મળ્યું છે. મારી મહેનત પાછળ મારી ઈન્સ્ટયુટ અને મારા પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. ગયા વર્ષને જાપાનના ઓસ્કા ખાતે આયોજિત 53મા કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ (Silver medal in Chemistry Olympiad) પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. આ પહેલાં મારું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સમાં ગુજરાતમાં પહેલા નંબર પર આવી ઓલિમ્પિયાડમાં મારી પસંદગી થઈ ચૂકી છે.