સુરતકળા ક્ષેત્રે હોય કે પછી ભણતર ક્ષેત્રે સુરતીલાલાઓ ક્યારેય પાછા નથી પડતાં. દરેક જગ્યાએ તેમણે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે સુરતની સોનમ અગ્રવાલે પણ આ પરંપરા જાળવી રાખી છે. કારણ કે, કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં (cost accounting exam) તે ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંકે (Surat Student all india first rank) આવી છે. આ સાથે જ તેણે સુરત અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણે પરીક્ષામાં 800માંથી 501 ગુણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે.
જૂનમાં લેવાઈ હતી પરીક્ષા સુરતના વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે હોય કે, પછી સ્પોર્ટ્સ ક્ષેત્રે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુરતનું નામ દેશમાં રોશન કરી રહ્યા છે. આ જ રીતે આજ રોજ ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટસ ઑફ ઇન્ડિયા (the institute of cost accountants of india) દ્વારા જૂન મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં (cost accounting exam) 800માંથી 501 ગુણ મેળવી ઑલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
સુરતના અન્ય 5 વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યુંધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (the institute of cost accountants of india) દ્વારા આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં ઑલ ઇન્ડિયામાં (cost accounting exam) પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત અન્ય સુરતના અન્ય 5 વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.