સુરત : કોરોનાકાળમાં બધી શાળાઓ દ્વારા ઓનલાઇન ભણતર બાળકોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ અનેક પરિવારો એવા છે કે જેઓ બાળકોને લેપટોપ અથવા મોબાઈલ આવી આર્થિક પરિસ્થિતિમાં આપી શકે નહીં. જેથી બાળકોના ભણતરમાં પરેશાની આવે છે. આવી જ એક પરેશાનીનો સામનો કરી રહેલી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે.
સુરતમાં ઓનલાઇન ભણતરથી પરેશાન ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા - student committed suicide
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીને ઓનલાઇન ભણતરથી પરેશાન વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. પિતા પાસે મોબાઈલ રહેતો હોવાથી ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન આપી શકાતું નહોતું. આ અંગે પિતાને વિદ્યાર્થીનીએ ફરિયાદ પણ કરી હતી.
આકાંક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી
સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા જય ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા શિવ શંકર તિવારીની પુત્રી આકાંક્ષાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીની પાંડેસરાની ડિસન્ટ ચાઈલ્ડ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ઓનલાઈન અભ્યાસથી કંટાળીને વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યો હોવાનું આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. ઓનલાઈન અભ્યાસને લઈ વિદ્યાર્થીની ચિંતિત હતી.આકાંક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. શિવ શંકર તિવારીને ચાર બાળકો હતા. તેમાંથી ત્રણ દીકરી અને એક પુત્ર છે. ટેમ્પો ચલાવીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એક જ મોબાઈલમાં ચારેય બાળકો ઓનલાઇન ભણતા હતા.