- સુરત એસ.ટી. વિભાગે દિવાળીને ધ્યાનમાં રાખી વધારાની 1,100 બસ દોડાવી
- તહેવાર નિમિત્તે લોકોને વતને પરત ફરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન
- અત્યાર સુધી 210 બસનું બુકિંગ પૂર્ણ થયું
સુરતઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ લોકો પોતાના વતને પરત ફરી રહ્યા છે. આવા સમયે સુરત એસ.ટી વિભાગે (Surat ST Department) પણ પ્રવાસીઓને મદદરૂપ થવા માટે એક વિશેષ આયોજન કર્યું છે. સુરત એસ.ટી. વિભાગ (Surat ST Department) આ વખતે દિવાળી નિમિત્તે વધુ 1,100 બસ દોડાવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બસોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. જોકે, અત્યાર સુધી 210 બસનું બુકિંગ થયું છે. આ સેવા દિવાળીએ પોતાના વતને પરત જતા લોકો માટે અને દિવાળી પછી યાત્રાએ જતા લોકો માટે શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃસાસણ ગીરના પ્રવાસીઓ માટે સારા સમાચાર, જૂનાગઢમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શન શરૂ
એકસાથે એક જ સોસાયટીમાંથી 50 લોકોનું બુકિંગ હશે તો બસ ઘરે લેવા આવશે
દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ 1,100 જેટલી બસોનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ST બસ ડેપો આપના માધ્યમ થકી એટલે સુરતની કોઈ પણ સોસાયટીમાંથી 50 લોકો એકસાથે બુકિંગ કરાવે તો એમની સોસાયટીથી લઈ એમના ગામ સુધી પહોંચાડવામાં આવશે. જોકે, આનો શહેરીજનો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ST બસ ડેપોની આ યોજના હેઠળ 210 બસોનું બુકિંગ થઈ ચૂક્યું છે. તથા બીજી 100 જેટલી બસો અમે એડવાન્સ બુકિંગમાં મૂકી છે. એમાં પણ બુક થઈ ગયા છે અને આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 312 જેટલી બસોનુ બુકિંગ થઈ ચૂક્યું છે. તેમ જ એમાં ST બસ ડેપોને કુલ 52,00,000 રૂપિયાની આવક થઈ છે.
આ પણ વાંચોઃGhogha RORO Ferry Service 3 મહિનાના મેઈન્ટેનન્સ પછી આવતીકાલથી ભાવવધારા સાથે ફરી શરૂ થશે
સૌરાષ્ટ્ર રૂટ પર વધુ બુકિંગ થયું
એસ.ટી. વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મહુવા, ભાવનગર, અમરેલી, ધારિયાદાર, આ બધા રૂટમાં વધુ બુકિંગ થયું છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ એનું પણ એક્સ્ટ્રા બુકિંગ અમે શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર નવાપુર એ રૂટ પર પણ અમે આયોજન કર્યું છે. આપ જાણો છો કે, દિવાળીમાં અમે લોકો એક્સ્ટ્રા ઓપરેશનો અમે ચલાવતા હોઈએ છીએ. આ રૂટિંગ ઉપરાંતનું છે. તમારી રૂટિનની જે બસો છે. તે તો ચાલુ જ રહેશે. તે ઉપરાંત અમે લોકોએ 1,100 જેટલી બસોનું આયોજન કર્યું છે. લોકોને પોતાની યાત્રા સુગમતાનો અનુભવ કરી શકે અને મારી જનતાને પણ નમ્ર અપીલ છે કે, એડવાન્સ બુકિંગ કરાવી લો, જેથી છેલ્લી ઘડીએ ભાગદોડનો સામનો નઈ કરવો પડે દર વખતે અમે 1.25 મુજબ લઈએ છીએ એ જ ભાવ છે.