દિવાળીના દિવસો નજીક હોવાથી તહેવારોની મજા માણવા શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ તેમજ શ્રમજીવીઓ મોટાભાગે પોતાના માદરે વતન જતા હોય છે. જેથી ટ્રેન અને એસ.ટી,. બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેથી સુરત એસ.ટી. વિભાગ દ્વારા 1 હજારથી વધુ બસોને દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ વખતે મહારાષ્ટ્ર તરફથી મુસાફરો દ્વારા પણ પૂછપરછનો મારો હોવાથી મહારાષ્ટ્ર, ધુલિયા,નંદુરબાર ખાતે પણ બસ દોડાવવામાં આવશે.
દિવાળી પર સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજાર બસ દોડાવશે - gujarat st department
સુરતઃ દિવાળી નજીક હોવાથી ટ્રેન અને બસમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજારથી વધુ બસને દોડાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, ઝાલોદ, ગોધરા અને પંચમહાલ જેવા ગામડાઓમાં આ બસને કામગીરી પર મૂકવાની જાહેરાત સુરત એસ.ટી. વિભાગે કરી છે.

Surat ST Department
દિવાળી પર સુરત એસ.ટી. વિભાગ વધારાની 1 હજારથી વધુ બસ દોડાવશે
સુરત એસ.ટી.નિયામક વિભાગ દ્વારા ઓનલાઈન સેવાની સુવિધા પણ મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ એસ.ટી.ના એજન્ટો પણ નીમવામાં આવ્યા છે. ગ્રુપ બુકીંગ માટે 51 મુસાફરોથી વધુની સંખ્યા પર ઘર આંગણે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 22 થી 27 નવેમ્બર સુધી વધારાની બસ દોડાવવામાં આવશે.