ગુજરાત

gujarat

ETV Bharat / city

Bharat Mata Statue : દિલ્હીમાં ભારત માતાની મૂર્તિ માટે સુરતની તાસીર અર્પણ - Bharat Mata Statue

દિલ્હી ખાતે નિર્માણ (Bharat Mata Statue) થનાર ભારત માતાની મૂર્તિની લઈને કૃષિ પ્રધાને સુરતની પ્રકૃતિને અર્પણ કરી છે. સાથે લોકોને રાજ્યપ્રધાન મુકેશ પટેલે સરકારી લાભ (Surat soil Utilization) લેવા અનુરોધ કર્યો હતો.

Bharat Mata Statue : દિલ્હીમાં ભારત માતાની મૂર્તિ માટે સુરતની તાસીર અર્પણ
Bharat Mata Statue : દિલ્હીમાં ભારત માતાની મૂર્તિ માટે સુરતની તાસીર અર્પણ

By

Published : Jul 23, 2022, 1:49 PM IST

સુરત : દિલ્હીમાં નિર્માણ થનાર (Statue of Bharat Mata built at Delhi) ભારત માતાની મૂર્તિ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. રાજ્યપ્રધાને આ વેળાએ કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલી દુધાળી ભેંસોના પાંચ પશુપાલકોને 2.26 લાખની સહાયના ચેકોનું વિતરણ પણ કર્યું હતું.

દિલ્હીમાં ભારત માતાની મૂર્તિ માટે સુરતની તાસીર અર્પણ

આ પણ વાંચો :સરકારી યોજના વગર પણ આ ગામના લોકોને મળે છે સાવ મફતમાં રાંઘણગેસ

ઓલપાડ આપ્યું યોગદાન - ઓલપાડની પી.કે.દેસાઈ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી લોખંડ એકત્ર કરી નર્મદાના એકતાનગર (કેવડિયા) ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરાયું છે. એવી જ રીતે સમગ્ર દેશમાંથી પાણી અને માટી એકત્ર કરી દિલ્હી (Bharat Mata Statue) ખાતે ભારત માતાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરતનું ઓલપાડ પણ યોગદાન આપી રહ્યું છે. જે આપણા માટે (Bharat Mata Statue Surat Soil) ગૌરવની ક્ષણ છે.

ભારત માતાની મૂર્તિ માટે સુરતની તાસીર અર્પણ

આ પણ વાંચો :વાહ..! વિસનગરના ખેડૂત પ્રધાનમંત્રી એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છે આ રીતે...

સરકારની લાભ લેવાનો અનુરોધ - રાજ્યપ્રધાન મુકેશ પટેલે ઓલપાડ કોલેજના ઉત્તમ શિક્ષણની સરાહના કરતા કહ્યું કે, 30 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં પ્રવેશ માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં હજુ પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અધિકારીઓ બની દેશ સેવા કરે એવી ભાવના રાજ્યપ્રધાને વ્યક્ત કરી હતી. દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર યુવાનોની પ્રતિભા નિખારવા માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. યુવાનો ખેલકુદ ક્ષેત્રમાં આગેકુચ કરે એ માટે દર વર્ષે ખેલમહાકુંભ યોજવામાં આવે છે. એમ જણાવી સરકારની વિવિધ (Surat soil Utilization) જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા રાજ્યપ્રધાને અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details