- સુરત SOGએ 10 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો
- કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટનો છે આરોપી
- ઓડિશાનો નાગરિક સુરતમાં કરતો હતો કામ
સુરતઃ શહેરના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઓડિશાના કારીગરને શહેર SOGએ પીપોદરા GIDCમાંથી ઝડપ્યો છે. સુરતથી વતન ભાગીને ગયેલા કારીગર શંકરને ત્યાં કામ નહીં મળતા તમિલનાડુમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. ત્યાંથી પરત વતન જઈ ફરી ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો. જો કે આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃહોન્ડા પાર્ક કર્યું અને આર્મીમેને માથાકૂટ કરી બે રાઉન્ડ કર્યા ફાયરિંગ
લુટ વિથ ફાયરીંગના ગુનામાં 10 વર્ષથી આરોપી હતો વોન્ટેડ
SOG પોલીસને બાતમી મળી હતી કે લુટ વિથ ફાયરીંગના ગુનામાં સંડોવાયેલો ઇસમ સુરત શહેરમાં ફરી રહ્યો છે. SOGની ટીમે પીપોદરા GIDCમાં છટકું ગોઠવી શંકર દેવરાજ ગૌડાને ઝડપી લીધો હતો. શંકર વરાછા પોલીસ મથકમાં 10 વર્ષ અગાઉ નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં વોન્ટેડ હતો. શંકર વર્ષ 2011માં સુરતના અશ્વીનીકુમાર વિસ્તારમાં રહેતો હતો. પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેમજ દિવાળીનો તહેવાર આવતો હોવાથી શંકરે મિત્રો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી. તેને ટીપ મળી હતી કે અશ્વીનીકુમાર અંજટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં.132માં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર કારીગરોને પગાર કરવા માટે પૈસા લઈ સાંજે આવવાના છે. આથી તેણે સાગરીતો સાથે મળી કારખાનામાં જઈ કારખાનેદાર ઉપર ફાયરીંગ કરી કારીગરોને પગાર આપવા માટે લાવેલા રૂ.1.77 લાખની લૂંટ કરી હતી. જોકે, ત્યાંથી ભાગતી વેળા તેના એક સાગરીત ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને દેશી તંમચા સાથે કારીગરોએ પકડી લીધો હતો. જયારે બાકીના તમામ ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચોઃ બીજાપુર સિલગર ફાયરિંગ કેસની તપાસ મેજિસ્ટ્રેટ કરશે
તમિલનાડુ જઈને 5 વર્ષ કર્યું હતું કામ
વરાછા પોલીસે ટુલ્લુની કબૂલાતના આધારે શંકરને વોન્ટેડ જાહેર કરતા તે પોલીસથી બચવા વતન ભાગી ગયો હતો. પરંતુ ત્યાં કાઈ કામધંધો ન હોવાથી તમિલનાડુ ચાલ્યો ગયો હતો અને ત્યાં પાંચેક વર્ષ કામ કરી પરત વતન આવ્યો હતો. ત્રણ મહીના પહેલા જ સુરત પરત આવ્યો હતો અને પીપોદરા GIDCમાં લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. જો કે આખરે SOG પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. SOGએ તેનો કબજો વરાછા પોલીસને સોંપ્યો છે. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.