- પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસ
- સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઘોષિત કર્યો
- આવતીકાલે 7 ડીસેમ્બરે સંભળાવશે સજા
સુરતઃ શહેરને હચમચાવતી આ ઘટના દિવાળીના દિવસે થઈ હતી. આ બાબતે 5 તારીખે ફરિયાદ લેવામાં આવી હતી. 8 તારીખે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તથા 16 તારીખે નામદાર કોર્ટમાં (Surat Sessions Court ) પોલીસ (Surat Police ) દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 17 તારીખથી આમાં સાક્ષીઓની જુબાની લેવાની શરૂઆત કરવામાં આવી હતી. આજ રોજ આ મામલે કોર્ટે આરોપીને દોષિત ઠરાવ કર્યો છે. આમ આ કેસમાં ફક્ત 28 દિવસની અંદર જ આ કેસનો નિર્ણય આવી ગયો છે. આ આરોપીને દોષિત ઠરાવવા માટે ઘણા બધા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસના (Pandesara Rape with Murder Case) ઘણા બધા એવિડન્સ ભેગા કરવામાં આવ્યાં હતાં. સીસીટીવી ફુટેજમાં આરોપી અને બાળકીને સાથે જોવામાં આવેલ આરોપીની ઘણી વસ્તુઓ ઘટના સ્થળ ઉપરથી મળી આવી એ પોલીસે પ્રુવ કરીને કોર્ટમાં બતાવ્યું અને એ બધા જ એવિડન્સ કોટે માન્યાં છે. બધી જ કલમોમાં આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો છે.
ફાંસીની સજા થાય આ માટે સરકારી વકીલ દ્વારા દલીલ
આ કેસમાં (Pandesara Rape with Murder Case) ફાંસીની સજા થાય એ માટે (Surat Sessions Court ) સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ ખૂબજ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. તે માટે ટોટલ સુપ્રીમ કોર્ટના 31 ચુકાદા રજૂ કરાયા છે. એમાં બે-ત્રણ મુંબઇ હાઇકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના છે. હાલ ગુજરાત હાઈકોર્ટનું પણ એક જજમેન્ટ આવ્યો છે એ પણ ટાંક્યો છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હતું જેમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. એ ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટમાં કન્ફર્મ (Capital punishment in Gujarat)રાખવામાં આવી હતી.
મોબાઈલમાં 70 જેટલી અશ્લીલ ફિલ્મો મળી આવી હતી