ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજસ્થાનના પડઘાં પડ્યા ગુજરાતમાં અનુસૂચિત સમાજે લાલ આંખ કરી આપી ચિમકી - અનુસૂચિત સમાજ આવેદનપત્ર

રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તો આ મામલે હવે સુરતમાં અનુસૂચિત સમાજે રાજસ્થાન સરકારનો વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે શહેર કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર પાઠવ્યું હતું. Scheduled Caste Child Death in Rajasthan, Protest for Rajasthan Government, Scheduled Society Application Form

રાજસ્થાનના પડઘાં પડ્યા ગુજરાતમાં અનુસૂચિત સમાજે લાલ આંખ કરી ધર્માંતરણ કરવાની આપી ચિમકી
રાજસ્થાનના પડઘાં પડ્યા ગુજરાતમાં અનુસૂચિત સમાજે લાલ આંખ કરી ધર્માંતરણ કરવાની આપી ચિમકી

By

Published : Aug 18, 2022, 12:46 PM IST

Updated : Aug 18, 2022, 3:25 PM IST

સુરતરાજસ્થાનમાં થોડા દિવસ પહેલા એક શિક્ષકે અનુસૂચિત જાતિના બાળકને માટલામાંથી પાણી પીવા બાબતે માર માર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ (Scheduled Caste Child Death in Rajasthan) થયું હતું. આ મામલે રાજસ્થાન સરકારે મૃતક બાળકના પરિવારજનોને 5,00,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે સુરતમાં અનુસૂચિત જાતિ સમાજે રાજસ્થાન સરકારનો વિરોધ કર્યો હતો.

ન્યાયની જગ્યાએ સામાન્ય રકમ અપાઈ

રાષ્ટ્રપતિને આપ્યું આવેદનપત્ર સુરત અનુસૂચિત જાતિ સમાજે (Protest for Rajasthan Government ) જણાવ્યું હતું કે, 10,00,000 રૂપિયા તો ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ આપવા તૈયાર છે. સાથે જ તેમણે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર (Scheduled Society Application Form) આપ્યું હતું.

આ પણ વાંચોધર્મ જાણવા દલિત યુવકના કપડા ફાડ્યા, અને પ્રાઈવેટ પાર્ટ સાથે...

ન્યાયની જગ્યાએ સામાન્ય રકમ અપાઈ સુરત અનુસૂચિત જાતિ સમાજે માટલા ફોડીને ગેહલોત સરકારનો વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગેહલોત સરકારે ન્યાય આપવાની જગ્યાએ અનુસૂચિત જાતિના લોકોની કિંમત 5,00,000 રૂપિયા મૂકી છે.

આ પણ વાંચોદલિત યુવાનની હત્યાના વિરોધમાં મેવાણી મેદાનમાં આંદોલનની ચીમકી

બૌદ્ધ ધર્મ અપનાવવાની ચિમકી આ સાથે જ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી ભાનુ ચૌહાણે ચિમકી આપતા કહ્યું હતું કે, અમે ગુજરાત સરકારના અધિનિયમ 2008 મુજબ "ક" ફોર્મ લઈ હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવીશું. સાથે જ આગામી 30 ઓગસ્ટે અહીંયા ફોર્મ લઈને આવીશું અને કલેક્ટરને આપીશું. આ ઉપરાંત 5 ઓક્ટોબરે વિજયા દશમીના દિવસે સાણામાં આવેલી બૌદ્ધ ગુફાની અંદર હું મારા સમર્થકો સાથે ધર્માંતરણ કરી રહ્યો છું.

Last Updated : Aug 18, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details