- સુરતમાં ધોળા દિવસે બંદૂકની અણીએ કારની લૂંટ થઈ
- સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ
- પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા જોલી રેસિડેન્સીમાં રહેતા કપૂરચંદ જૈન તેમના પુત્ર સાથે હોસ્પિટલ ગયા હતા. આ પછી દવા લેવા માટે એક મેડીકલ પાસે ઉભા હતા. તે દરમિયાન વૃદ્ધ કારમાં બેઠા હતા ત્યારે એક ઇસમ કારમાં બેસી ગયો હતો અને બંદૂક બતાવી વૃદ્ધને કારમાંથી બહાર ફેંકી કાર લઈને ફરાર થઇ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સુરત શહરેમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ તપાસ શરુ કરી છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
અજાણ્યા ઇસમેં બંદૂકની અણીએ કરેલી કારની લૂંટ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં પરિવારના સભ્યો કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં હતા. જયારે આધેડ રોડની સાઇડ પર કાર પાર્ક કરી રહ્યા હતા, ત્યારે એક લૂંટારૂ ઘસી આવ્યો હતો અને તમંચો બતાવી બળજબરી કરી ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો હતો. જયારે આધેડ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગયા અને લૂંટારૂને કારમાંથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ આધેડ સાથે ઝપાઝપી કરી કાર ચલાવવામાં આવતા આધેડ કારમાંથી નીચે પટકાયા હતા.
આરોપીએ વૃદ્ધને કારમાંથી બહાર ફેંક્યા