સુરત: શહેરના ચોકબજાર વિસ્તારમાં ગત 9 ઓગસ્ટ 2019ના રોજ તરૂણી પર ચાકુ બતાવી તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશન(Chowk Bazar Police Station) દ્વારા ભોગ બનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી ચોકબજાર પોલીસે આરોપી ઈમ્તિયાઝ હુસૈન શેખની ધરપકડ કરી હતી. જે મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આજરોજ આરોપીને નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની સખ્ત સજા સંભળાવી છે. આ બનાવ ગત 9 ઓગસ્ટ 2019ના રોજ ચોક બજાર વિસ્તારમાં બન્યો હતો.
આ પણ વાંચો:Jantrakhadi Rape Case : દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી
બાળકીને ચાકુ બતાવી તેની પર દુષ્કર્મ કર્યું હતું - આ દુષ્કર્મ મામલે આરોપી ઈમ્તિયાઝ હુસૈન શેખની ધરપકડ બાદ પોલીસની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ મૂળ બિહારનો રહેવાસી છે. તેણે બાળકીને ચોક બજાર વિસ્તારમાં આવેલા પાંડોર પાસે રહેમતનગરના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં(Apartment Rahmatnagar Chowk Bazar) લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને ચાકુ બતાવી તેની પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ કહ્યું હતું કે, જો તું આ વાત કોઈને કહેશે તો તને મારી નાખીશ. જ્યારે બાળકીએ ઘરે આવ્યા બાદ સમગ્ર ઘટના માતા પિતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.