- વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત અને ખેડૂતોમાં હર્ષની લાગણી
- બારડોલીમાં 17 MM વરસાદ નોંધાયો
- ઉમરપાડામાં સૌથી વધુ 56 MM વરસાદ વરસ્યો
સુરત: ગ્રામ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે. ત્યારે બે દિવસ વરસી શનિવાર સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે સાંજના સમયે ફરી હળવો વરસાદ વરસવાનું શરૂ થયો હતો. સુરત જિલ્લાના ઓલપાડ અને માંગરોળ તાલુકાના કીમ, કુદસદ, તરસાડી, કોસંબા, નવાપરા, બોરસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત અને ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: Gujarat Rain Update: 171 તાલુકાઓમાં વરસાદનું આગમન, રાજ્યભરમાં કુલ 5.94 ટકા વરસાદ નોંધાયો