ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ નેતા અને પૂર્વ ઇન્કમ ટેક્સ અધિકારી પીવીએસ શર્માએ પોતાની બેલેન્સ શીટમાં 6.50 કરોડની લોન બતાવી

નિવૃત્ત ઈન્કમટેક્સ અધિકારી તથા ભાજપ અગ્રણી પીવીએસ શર્માના નિવાસ્થાને બુધવારે રાતે ઇન્કમટેક્સની ટીમે તપાસ શરૃ કર્યા બાદ તપાસનો દાયરો સુરત ઉપરાંત મુંબઇ, થાણે સહિત 13 સ્થળો સુધી લંબાયો છે. 10 બેંક ખાતા, 3 લોકર સીલ કરાયા છે તેમજ થોકબંધ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સુરતઃ પીવીએસ શર્માએ પોતાની બેલેન્સ શીટમાં રુપિયા 6.50 કરોડની લોન બતાવી
સુરતઃ પીવીએસ શર્માએ પોતાની બેલેન્સ શીટમાં રુપિયા 6.50 કરોડની લોન બતાવી

By

Published : Oct 23, 2020, 2:14 PM IST

Updated : Oct 23, 2020, 2:48 PM IST

  • પીવીએસ શર્માને અગાઉ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સમન્સ પાઠવાયું હતું
  • આઈટી વિભાગની સામે આક્ષેપ બાદની કાર્યવાહીમાં શર્મા સકંજામાં
  • 13 સ્થળોએ આઈટીની સઘન તપાસ

સુરતઃ સુરત ઈન્કમ ટેકસ વિભાગમાંથી વીઆરએસ લઈને રાજકારણમાં ઝંપલાવનાર પીવીએસ શર્માને તાજેતરમાં સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સમન્સ પાઠવાયું હતું. તે દરમિયાન તેમણે નોટબંધીના સમયગાળામાં ઘોડદોડ રોડ સ્થિત એક જાણીતી જ્વેલર્સ પેઢી તથા સુરત આયકર વિભાગના અધિકારીઓ વચ્ચે કંઈક રંધાયું હોવા અંગે આક્ષેપ કરતી ટ્વીટ કરી ઈ.ડી અને સીબીઆઈની તપાસની માગ કરી હતી.

થોકબંધ દસ્તાવેજો કબજે કર્યા
બુધવારે રાતે ડીડીઆઇ વિંગે શર્માના પીપલોદ સ્થિત ફોર સિઝન્સ ફ્લેટમાં દરોડા પાડયાં હંતા. જેના વિરોધમાં આજે સવારે તેમણે પોતાના ઘર પાસે જાહેર રોડ પર ધરણાં કર્યા હતાં જેનો વિડીયો વાયરલ થયો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગે તપાસ આજે પણ જારી રાખીને થોકબંધ દસ્તાવેજો કબજે કર્યા છે. જેનું વેરીફિકેશન ચાલી રહ્યું છે.

IT તપાસનો દોર 13 જેટલા સ્થળો સુધી લંબાયો
તપાસનો દાયરો મહારાષ્ટ્રના મુંબઇ, થાણે સહિત 13 જેટલા સ્થળો સુધી લંબાયો છે. જેમાં ઉમરા સ્થિત સંકલ્પ મીડિયાની ઓફિસ અને એક ફ્લેટનો સમાવેશ થાય છે. પીવીએસ શર્માને કુસુમ સિલીકોન નામની કંપનીમાંથી દર મહિને રૃ.દોઢ લાખ પગાર મળતો હોવાનું તપાસમાં જણાયું છે. જેથી આ કંપનીના સંચાલક કૌશલ ખંડેલિયાના સુરતના રહેઠાણ અને કંપનીના ધંધાકીય સ્થળ સહિત મુંબઈમાં પણ તપાસ હાથ ધરાઇ છે. પ્રારંભિક તપાસમાં કૌશલ ખંડેલિયા પાસેથી 25 લાખ રોકડા તથા 35 લાખ રુપિયાની એફડીને લગતાં દસ્તાવેજો હાથ લાગ્યાં છે.

પીવીએસ શર્માએ પોતાની બેલેન્સ શીટમાં રુપિયા.6.50 કરોડની લોન બતાવી

તદુપરાંત પીવીએસ શર્મા સાથે સંકલાયેલા સીતારામ અદુકીયા સામે પણ વિભાગે તપાસ હાથ ધરી છે. પીવીએસ શર્માએ પોતાની બેલેન્સ શીટમાં રુપિયા 6.50 કરોડની લોન બતાવી છે. જો કે હજુ આ મામલે અનેક ચોકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા છે.

Last Updated : Oct 23, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details