- પ્રોસેસર્સ દ્વારા 10 ટકા એડિશનલ ચાર્જ વધારો જાહેર કરાયો
- વેપારીઓ મુજબ દર વર્ષે વરસાદમાં કોલસાનો ભાવ વધતો હોય છે
- ચાર્જીસ વેપારી ભરી શકે તેવી સ્થિતિ નથી
સુરત : દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન (South Gujarat Textile Processors Association) દ્વારા તારીખ 16 જુલાઈથી કુલ બિલ પર એનર્જી પેટે 10 ટકા એડિશનલ ચાર્જીસ (Additional charge) વધારવાની જાહેરાત કરવામાં આવી છે. તેને વેપારી સંગઠનના અયોગ્ય ગણાવી રહ્યાં છે. વેપારીઓ મુજબ દર વર્ષે વરસાદમાં કોલસાનો ભાવ વધતો હોય છે તે થોડા સમય પાછા ઘટી જાય છે તેથી ચાર્જ ઉપરાંત એનર્જી ચાર્જ લાગુ કરવો ખોટું છે. કોવિડ પહેલા જ્યારે કેમિકલ અને કોલસાનો ભાવ વધ્યો હતો ત્યારે વેપારી અને પ્રોસેસર છે એક મંચ પર ચર્ચા કરી ભાવ નક્કી કર્યા હતાં.
વેપારીઓ સતત વિરોધ નોંધાવી રહ્યાં છે
દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન (South Gujarat Textile Processors Association) દ્વારા કરાયેલા નિર્ણયને લઈ વેપારીઓ એનર્જી ચાર્જનો વિરોધ કરી રહ્યાં છે. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે જ સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન દ્વારા કોલસા, કલર, કેમિકલ અને પેટ્રોલ ડિઝલની વધતી કિંમતોના પગલે 13 ટકાનો સરેરાશ વધારો થયો હોઇ કુલ બિલ પર એનર્જી પેટે 10 ટકા એડિશનલ ચાર્જીસ (Additional charge) લગાડવાની જાહેરાત કરી છે એના પગલે વેપારીઓ સતત વિરોધ નોંધાવી રહ્યાં છે.