ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Processing Mills Closed : સપ્તાહમાં ત્રણેક દિવસ બંધ રહેશે પ્રોસેસિંગ મિલ, ત્રણ કારણ મહત્ત્વના - સુરત પ્રોસેસિંગ મિલો બંધ

સુરતમાં લગ્નસરાની માગ અને યુપી ચૂંટણીના કારણોની પણ અસર પડી છે. પ્રોસેસિંગ મિલો સપ્તાહમાં બેથી ત્રણ દિવસ બંધ (Surat Processing Mills Closed) રાખવામાં આવી રહી છે. જાણો વિગતવાર.

Surat Processing Mills Closed : સપ્તાહમાં ત્રણેક દિવસ બંધ રહેશે પ્રોસેસિંગ મિલ, ત્રણ કારણ મહત્ત્વના
Surat Processing Mills Closed : સપ્તાહમાં ત્રણેક દિવસ બંધ રહેશે પ્રોસેસિંગ મિલ, ત્રણ કારણ મહત્ત્વના

By

Published : Jan 29, 2022, 2:12 PM IST

સુરત : 24 કલાક સુરતમાં પ્રોસેસિંગ મિલો કાર્યરત રહેતી હતી. પરંતુ કેમિકલ સહિત કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડમાં અછતના કારણે મિલમાલિકો સપ્તાહમાં ત્રણથી બે દિવસ મિલ બંધ (Surat Processing Mills Closed)રાખવા ફરજ પડી છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ આ વિશે માહિતી આપી

આ ત્રણ કારણોથી પડી અસર

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએેશન એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે દિવાળીના 15 દિવસ પહેલા જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી તે જ પરિસ્થિતિ હાલ પણ છે. જેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે. જીએસટીના રેટમાં વધારો કરવા માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, બીજી બાબત છે કે કોલસા અને ઇનપુટ કોસ્ટમાં વધારો નોંધાયો હતો. સાથોસાથ લિગ્નાઇટના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ત્રીજું કારણ એ કે યુપી અને પંજાબમાં ઇલેક્શન છે (UP Election Effect On Surat Taxtile Industry) તેના કારણે ડિમાન્ડમાં અછત સર્જાઈ છે. સૌથી મોટું ફેક્ટર છે કે કેમિકલના ભાવમાં પણ વધારો થયો છે. મિલમાલિકો (Surat Processing Mills Closed) પણ ઓછા લૉસમાંઇન્ડસ્ટ્રી ચાલે એ માટે કાર્યરત છે.

આ પણ વાંચોઃ સુરતમાં પ્રોસેસર્સ બિઝનેસમાં GST દર ન ઘટાડતા 50 મિલો થઇ બંધ

અનેક શ્રમિકો પોતાના વતન ગયાં

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દિવાળી પહેલા જે શ્રમિકો પોતાના વતન ગયા છે તે કેટલાક અત્યાર સુધી પરત આવ્યા નથી. ડિમાન્ડ ન હોવાના કારણે તેઓ પણ ત્યાંથી ફોન કરીને પૂછી લેતા હોય છે. હાલ બે થી ત્રણ દિવસ મિલો સપ્તાહમાં બંધ રાખવામાં આવે છે અથવા તો કેટલાક મિલમાલિકો છ દિવસમાં 12 કલાકની મિલ બંધ રાખતા હોય છે. કેટલી ડિમાન્ડ છે તે આધારે મિલો બંધ (Surat Processing Mills Closed) રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, હાલ જે યુપી પંજાબમાં ચૂંટણી (UP Election Effect On Surat Taxtile Industry) છે તેના કારણે પણ અનેક શ્રમિકો પોતાના વતન ગયા છે.

આ પણ વાંચોઃ Demand for coal:ઇન્ડોનેશિયાની માઇનિંગ કંપનીએ કોલસાના ભાવમાં વધારો કરતાં સુરત પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

ABOUT THE AUTHOR

...view details