ગુજરાત

gujarat

ETV Bharat / city

ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત સીરપ, દવાઓનું વેચાણ અટકાવવા સુરત પોલીસ એક્શનમાં - Sale of narcotic drugs

સુરતના પાંડેસરા નેમનગરમાં શિવ શક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર(Drugs without Doctor Prescription) નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. સુરત SOG પોલીસને(Surat police SOG) માહિતી મળતા જ યુવાધન આવી નશાયુકત ગોળીઓનું સેવન ન કરે તેથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ કબજે કરી હતી.

ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત સીરપ, દવાઓનું વેચાણ અટકાવવા સુરત પોલીસ એક્શનમાં
ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત સીરપ, દવાઓનું વેચાણ અટકાવવા સુરત પોલીસ એક્શનમાં

By

Published : Jul 15, 2022, 2:59 PM IST

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક(Drugs without Doctor Prescription) સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર SOG પોલીસે(Surat police SOG) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને(Department of Food and Drugs) સાથે રાખી દરોડો પાડ્યો હતો. અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ ટેબલેટ અને સીરપ બોટલ કબજે કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Duplicate Pesticide Scam : ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા શખ્સની વાપીમાંથી ધરપકડ

યુવાધન નશાખોરીના રવાડે - સુરત પોલીસ કમિશ્નરને(Surat Police Commissioner) ધ્યાને આવ્યું હતું કે, શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ(Sale of narcotic drugs) કરવામાં આવી રહ્યું છે. આવા નશાકારક દવાઓનો ઉપયોગ કરી ગુનેગારો ગુન્હાહિત પ્રવૃતિ આચરે છે. યુવાધન આવી નશાયુકત ગોળીઓનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢી આરોગ્યને જોખમમાં મુકે છે.

ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ -જેથી સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને સુરત SOG પોલીસને માહિતી મળી હતી કે, પાંડેસરા નેમનગરમાં(Surat Pandesara Nemnagar) શિવ શક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:Illegal sale of pesticides: દહેગામમાં CID ક્રાઈમે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં

407 નંગ ટેબલેટ તેમજ 17 નંગ સીરપની બોટલ કબજે - જે માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી. જેમાં સંચાલક લાલારામ જેતારામ ચૌધરીએ દવાનું વેચાણ કર્યું હતું. જેથી SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી 407 નંગ ટેબલેટ તેમજ 17 નંગ સીરપની બોટલો કબજે કરી હતી. આ મામલે ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details