ગુજરાત

gujarat

ETV Bharat / city

સુમૂલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ, સુરત પોલીસની કાર્યવાહી - Surat Municipal Corporation

સુરતમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસે (Surat Police ) નકલી ઘીનો જથ્થો ઝડપી (Surat Police seized duplicate ghee) પાડ્યો હતો. સાથે જ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી 1.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે (sachin notified area) કર્યો હતો.

સુમૂલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ, સુરત પોલીસની કાર્યવાહી
સુમૂલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ, સુરત પોલીસની કાર્યવાહી

By

Published : Oct 13, 2022, 10:34 AM IST

સુરતએક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે. બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાંથી (sachin notified area) ડુપ્લીકેટ ઘી (Surat Police seized duplicate ghee) બનાવી વેચાણ કરનારા ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સાથે જ સચીન પોલીસે (sachin police station) કુલ 1.58 લાખ રૂપિયાની કિમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમ જ એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો.

ડેરીના અધિકારીઓને સાથે રાખી પોલીસે કરી રેડ સચિન સ્લમ બોર્ડ ખાતે (sachin notified area) સુમૂલ શુદ્ધ ઘીના નામથી ડુપ્લીકેટ ઘીનું ઑટોરિક્ષામાં (Surat Police seized duplicate ghee) વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે સુમૂલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી રિક્ષા ઝડપી પાડી હતી.

1.58 લાખનો મુદ્દામાલ ઝડપાયો

રિક્ષામાંથી ઝડપાયું નકલી ઘી તે દરમિયાન પોલીસે (Surat Police) આરોપી રમઝાન ઉસ્માનગની શેખ, ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી. પોલીસે રિક્ષામાંથી 67,900ની કિમતના 1 લીટરના 130 પાઉચ, 3 મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી. આ મામલે સચિન પોલીસે ત્રણેય (sachin police station) આરોપીઓ સામે ગુનો નોધી ધરપકડ કરી હતી. તેમ જ આ ઘટનામાં શંકર જાટ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ઘી ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યુંપોલીસે ઝડપાયેલા આરોપી ગોટુસિંગ ગોવિદસિંગ રાજપૂતની ઘી ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછપરછ કરતા પોતે ભાડાના ઘરે વનસ્પતિ ઘી (Surat Police seized duplicate ghee) તથા સોયાતેલ મિક્સ કરી તેમાં એસસંસ નાખી બનાવતો હોવાનું જણાવ્યું હતું. તેમ જ પકડાયેલા ઘીના જથ્થાની સુમૂલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાતરી કરાતા તે ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.

મનપાની ટીમ બોલાવી કરી તપાસપોલીસે મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) ફૂડ અધિકારીઓને બોલાવી તપાસ કરાવી હતી, જ્યાંથી પોલીસે (Surat Police) એક લીટરના સુમૂલ ઘી 39 નંગ, તેમ જ 500 મિલી. સુમૂલ શુદ્ધ ઘીના 14 નંગ પાઉચ તપાસ કબજે કર્યા હતા.

51 નંગ પતરાના ખાલી ડબ્બા મળ્યાઆ ઉપરાંત પોલીસે (Surat Police) અહીંથી 51 નંગ પતરાના ખાલી ડબ્બા, ઈલેક્ટ્રિક હેન્ડલ પ્લાસ્ટિક સીલર મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, એલ્યુમિનીયમ તપેલું, પ્લાસ્ટિકની ગરણી, ગેસનો ચૂલો, તેમ જ સુમૂલ શુદ્ધ ઘી એક લીટરના ખાલી રેપ્રો, ઘીમાં સુંગધ લાવવા માટે એસેન્સની બાટલી મળી કુલ 1.48 લાખની મત્તા કબજે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details