- સુરતમાં શાકભાજી ખરીદવા લોકોની ભીડ
- એપીએમસી માર્કેટમાં ઉમટી પડી ભીડ
- લોકોને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા જાહેર સૂચના આપવામાં આવી
સુરતઃ દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેને લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકાર દ્વારા રાતે 9 થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લગાવામાં આવ્યો છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી આ કરફ્યૂ લાગુ રહેશે, ત્યારે કફર્યુના ત્રીજા દિવસે શાકભાજી ખરીદવા એપીએમસી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે અહીં લોકોને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતાં. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, અહીં શાકભાજી ખરીદવા લોકોની કેટલી ભીડ છે.
- પોલીસ દ્વારા ગરીબ શાકભાજી વેચનારા લોકોને માસ્ક વિતરણ
ઉલ્લેખનીય છે કે, આ ભીડને લઈને સંક્મ્રણ વધી શકે તેમ છે, ત્યારે લોકોને જણાવવાનું કે, તંત્ર દ્વારા અનેકવાર જાહેરાત કરવામાં આવી છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ રાબેતા મુજબ મળતી રહેશેે. લોકો કોઈ અફવામાં ન આવે અને આવી રીતે ભીડ ન કરે તેવી અપીલ પણ કરવામાં આવે છે. પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ગરીબ શાકભાજી વેચનારા લોકોને માસ્ક પણ આપવામાં આવ્યાં છે.
એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ બાદ પોલોસ બંદોબસ્ત - કોવિડ19
કોરોનાની સ્થિતિને લઈને રાતે કફર્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કરફ્યૂના ત્રીજા દિવસે એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યાં હતાં. જેથી પોલીસ બંદોબસ્ત મૂકી લોકોને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા જાહેર સૂચના આપવામાં આવી હતી.
એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ બાદ પોલોસ બંદોબસ્ત