સુરત:થોડા દિવસો પહેલા ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ(Surat Police Vigilance) દ્વારા શહેરના ચોકબજાર(Surat Chowk Bazar) વિસ્તારમાં દારૂના અડ્ડા(Raid on Liquor dens) પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, આ પોલીસ સ્ટેશન નીદ્રાધીન પકડાઈ હતી. સુરત પોલીસ કમિશ્નરે આજે(શુક્રવારે) ચોક બજાર પોલીસ સ્ટેશનના બે PSI સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો:કચ્છમાં ત્રણ પોલીસ કર્મીને કારમાં વીડિયો બનાવવાનું ભારે પડ્યું, SP દ્વારા સસ્પેન્ડ કરાયા
ચોક બજાર વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ રેડ કરવામાં આવી હતી -ગાંધીના ગુજરાતમાં દારૂના ચાલતા અડ્ડા ઉપર રાજ્ય સરકારના વિજિલન્સની બાઝનજર હોય છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ વિજિલન્સની ટીમે(Gandhinagar State Monitoring Vigilance Team) થોડા દિવસો પહેલા સુરતના ચોક બજાર વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે ઓપરેશન દરમિયાન રૂપિયા 8 લાખનો વિદેશી અને દેશી દારૂ જપ્ત કર્યો હતો. જેને લઇ આ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા. સુરત પોલીસ કમિશ્નરે આજે ચોક બજાર પોલીસ સ્ટેશનના બે PSI સહિત 8 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ(Police officers suspended in Surat) કર્યા હતા.
આ પણ વાંચો:VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
ચોક બજાર PIની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે - ચોકબજાર વિસ્તારમાં પ્રિવેન્ટિવ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટા દારૂના વેચાણના ગોડાઉન સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સંદર્ભમાં, પોલીસ કમિશ્નરે અજય કુમાર તોમરે આજે સાંજે(શુક્રવારે) આ સ્ટેશનમાં કાર્યરત આઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. જેના કારણે સુરત પોલીસ વિભાગ ચોંકી ઉઠ્યું છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના PSI અને ચોકી PSI એમ બે PSIને સસ્પેન્ડ(Surat Police commissioner suspended Policemens) કરવામાં આવ્યા છે. આ વિસ્તારના PIની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.