ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો

સુરતમાં પોલીસ ચીખલીગર ગેંગને (Surat police Chikhalikar Gang) દોડાવી દોડાવીને માર માર્યો હતો. તે દરમિયાન પોલીસે અને આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. તો શું છે આ સમગ્ર મામલો જોઈએ.

સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો
સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો

By

Published : Jun 28, 2022, 11:37 AM IST

Updated : Jun 28, 2022, 4:00 PM IST

સુરત : સુરત શહેરમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ લોકોને બોલીવુડ (Surat Police Chikhligar Gang) ફિલ્મ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત પોલીસ અને ચીખલીગર ગેંગ નામની ટોળી સાથે ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના બારડોલી દસ્તાન (Chikhalikar Gang Arrested) ફાટક પાસેની છે જ્યાં ઇકો કારમાં બેસીને ગેંગના શખ્સો ફરાર થાય તે પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ તેમને દબોચી કાઢ્યા હતા.

સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે બોલીવુડ ફિલ્મના દ્રશ્યો આવ્યા સામે

ઘટના શું હતી - હાથમાં લાકડી લઇ સુરત ક્રાઇમ બ્રાન્ચના આશરે 10થી 15 પોલીસ કર્મચારીઓ બારડોલીના દસ્તાન ફાટક પાસે એક કાળા રંગની કારને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. ઇકો કારમાં બેસેલા કોઈ સાધારણ આરોપી નહીં પરંતુ કુખ્યાત ચીખલીગર ગેંગના આરોપીઓ હતા. જેઓ પોલીસથી બચવા માટે ક્યારેક પોલીસની ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અથવા તો પોલીસને જોતા કાર રિવર્સ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે કોઈ પણ હિસાબે ચીખલીકર (Attack on Surat Police) ગેંગના સભ્યોની ધરપકડ કરવા માંગતી હતી.

આ પણ વાંચો :પુષ્પા ઝૂકેગા ભી ઔર રૂકેગા ભી: પોલીસે પુષ્પા ગેંગનો કર્યો પર્દાફાશ

પોલીસ પર હુમલા કર્યા હતા -કારણ છે કે એ 10થી 15 જેટલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને કાર પર હુમલાઓ (Surat Infamous Gang) કરી રહ્યા હતા. જેથી ચીકલીગર ગેંગના સભ્યો ગાડી રોકી પોલીસના તમામ કર્મચારીઓ ચારેબાજુથી કાર પર લાકડી વડે હુમલો (Surat Chikhalikar Gang) કરી રહ્યા હતા. લાકડીથી કાચ પણ તૂટી ગયું હતું. પરંતુ, ચીખલીગર ગેંગના આરોપીઓ કોઈપણ સંજોગો ગાડી રોકવા માંગતા ન હતા.

આ પણ વાંચો :Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

ગેંગનો આતંક વધી ગયો હતો -ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને જાણકારી મળી હતી કે, કુખ્યાત ચીકલીગર ગેંગના સભ્યો કાર તે બારડોલી તરફ જઈ રહ્યા છે. જેથી વોચ ગોઠવી તેઓ ગેંગના સભ્યોની ધરપકડ કરવા માંગતી હતી. હાલ ફાટક પાસેથી કામ ચાલી રહ્યું છે. જેના કારણે ત્યાં બુલડોઝરપણ મૂકવામાં આવ્યું હતું. પોલીસને જોઈ આરોપીઓ કાર રિવર્સ લીધી હતી. પોલીસે છોટા હાથી ટેમ્પો અધિકાર રોકી હતી. પોલીસે કાર પર લાકડાં વડે હુમલો કર્યો હતો અને બે ચીખલીગર ગેંગના આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી સુરત અને નજીકના વિસ્તારમાં ચીકલીગર આ ગેંગનો આતંક વધી ગયો હતો અને આરોપીઓ પોલીસની આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ જતા હતા.

Last Updated : Jun 28, 2022, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details