સુરતપોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી જેલભેગા કરવામાં ( Surat Police Arrests Mother son From Mumbai )આવી રહ્યા છે. આ દરમ્યાન ગત 29-09-2022 ના રોજ પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે અજમેરના રહેવાસી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે ઝડપી ( Drug Case in Surat ) પાડ્યો હતો.
સુરતમાં દોઢ કરોડનું ડ્રગ્સ મોકલનાર માતાપુત્રની ધરપકડ, જૂઓ ક્યાંથી ઝડપાયાં - સુરત ક્રાઈમ બ્રાન્ચ
પુણા પોલીસ મથકની હદમાં આવેલા નિયોલ ચેક પોસ્ટ પાસેથી અજમેરના રહેવાસી યુવકને દોઢ કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે સુરત પોલીસે ( Drug Case in Surat ) ઝડપી પાડ્યો હતો. યુવક સુરતમાં ડ્રગ્સની ડીલવરી આપવા માટે આવ્યો હતો. આ ઘટનામાં ડીસીબી પોલીસે મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા માતાપુત્રની ધરપકડ કરી ( Surat Police Arrests Mother son From Mumbai )છે અને તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેને ડ્રગ્સનો જત્થો મુંબઈ નાલા સોપારા ખાતે રહેતા ઇસમેં આપ્યો હતો અને સુરતમાં તે ડ્રગ્સની ડીલવરી આપવા માટે આવ્યો હતો. આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે સમગ્ર મામલાની તપાસ પણ સુરત ક્રાઈમ બ્રાંચને ( Surat Crime Branch ) સોપવામાં આવી હતી.
પતિ પણ એનડીપીએસના ગુનામાં જેલમાંસુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ બનાવમાં મુંબઈ નાલાસોપારાના રહેવાસી સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રહીશખાન તેમજ તેની માતા કૌશર ઇમરાન ઉર્ફે ઇમાં મલિક અબ્દુલ શેખની ધરપકડ ( Surat Police Arrests Mother son From Mumbai )કરી છે. સફાતખાન ઉર્ફે બલ્લુને કોર્ટમાં રજુ કરી પોલીસે 08-10-2022 સુધીના રિમાન્ડ મેળવ્યા છે જયારે તેની માતા 15-10-2022 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. વધુમાં ઝડપાયેલી કૌશર ઇમરાન ઉર્ફે ઇમાં અગાઉ 45 કિલો ચરસ સાથે મુબઈ એનસીબીમાં ઝડપાઈ હતી. તેનો પતિ પણ એનડીપીએસના ગુનામાં જેલમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.