સુરત: બે દિવસ પહેલા વરાછાની ડેઝલ્સ જ્વેલરી કંપનીમાં ચોરીની ઘટના બની હતી. વરાછામાં 1.42 કરોડના ગોલ્ડ પાવડરની ચોરી મામલે પોલીસે પૂર્વ કારીગર સહિત છ બંગાળીઓની ધરપકડ કરી છે.
સુરતમાં 1.42 કરોડની ચોરી મામલે પોલીસે 6 બંગાળીની કરી ધરપકડ
સુરતના વરાછામાં ડેઝલ્સ જ્વેલરી કંપનીમાં ચોરીની ઘટના બની હતી. 1.42 કરોડના ગોલ્ડ પાવડરની ચોરી મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, કરોડોના ગોલ્ડ પાવડર ચોરીમાં પૂર્વ કારીગરની સંડોવણી બહાર આવી છે. જેમાં ફેકટરીમાં કામ કરતા પૂર્વ કારીગરે આરોપીઓને ટીપ આપી હતી. પોલીસે અડધો કિલો મીટર સુધીના સીસીટીવી ફૂટેજ ખંગોળી કાઢ્યા હતા. આ ફૂટેજમાં કરોડોની ચોરીની સમગ્ર ઘટનાાં કેદ થઈ હતી.
મળતી માહિતી મુજબ, કંપનીના ફાઈલિંગના સાત અને પોલીસિંગના પાંચ મશીનોમાં એકત્ર ગોલ્ડ પાવડરની ચોરી કરી હતી. 4 કિલો 462 ગ્રામ ગોલ્ડ પાવડરની ચોરી કરવામાં આવી હતી. પોલીસે હાલ ચોરોની ધરપકડ કરી ગોલ્ડ ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે.