ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતનો ફોટોગ્રાફર ધંધો નહીં ચાલતા ઓડિશાથી સીમકાર્ડ મંગાવી પુરાવા વગર સીમકાર્ડ વેચતો - Surat photographer

ઓડિશાથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મંગાવીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કર્યો છે. ઓડિશાથી આવેલા આ સીમકાર્ડ લેનારાને પકડી લેવાયો હતો. સુરતનો ફોટોગ્રાફર સોશિયલ મીડિયા થકી ઓડિશાના વોન્ટેડ આરોપીનો સંપર્ક કરી બોગસ પુરાવાના આધારે એક્ટિવ કરેલા સીમ મંગાવતો હતો. ઓડિશાના શખ્સને એક સિમ કાર્ડના 200 આપી અહીં ઓળખના પુરાવા વિનાના ગ્રાહકોને 500થી 5,000માં વેચતો હતો.

સુરતનો ફોટોગ્રાફર
સુરતનો ફોટોગ્રાફર

By

Published : Jul 3, 2021, 9:29 PM IST

  • ક્રિએટિવ સીમકાર્ડ વેચતા ફોટોગ્રાફરની 17 ધરપકડ
  • 500 રૂપિયાથી લઈને 5000 રૂપિયામાં સીમકાર્ડ વેતચો
  • ગુના આચરવા ઘણા ગુનેગારો ડમી સિમકાર્ડનો ઉપયોગ કરે

સુરત : ઉધના ઓવરબ્રિજની નીચે ખરવર નગર મેઇન રોડ પર વોચ ગોઠવી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ કર્મીઓએ આશિષ જશવંત માટલી વાળાને ઝડપી પાડી તેની તલાશી લેતા તેની પાસેથી પ્રિ-એક્ટિવ સિમ મળી આવ્યા હતા. આશિષ ફોટોગ્રાફર છે અને ઓડિશાના ગુનેગાર પાસેથી બોગસ પુરાવા ઉપર એક્ટિવ કરેલા સીમકાર્ડ મંગાવી તેની એક સિમ કાર્ડના 200 રૂપિયા આપી આ સીમકાર્ડ ઓળખના પુરાવા વિનાના ગ્રાહકોને 500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા લઇ વેચતો હતો.

વોડાફોન આઈડિયા કંપનીના અગાઉથી એક્ટિવ કરેલા 17 સીમકાર્ડ મળી આવ્યા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આરોપી આશિષ પાસેથી વોડાફોન આઈડિયા કંપનીના અગાઉથી એક્ટિવ કરેલા 17 સીમકાર્ડ મળી આવ્યા હતા.પોલીસે જ્યારે આરોપી આશિષથી પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે હાલ લોકડાઉન માં ફોટોગ્રાફી નો ધંધો નહીં ચાલતા પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેણે ટેલિગ્રાફ એપ્લિકેશનમાં OTP ગ્રુપ નામના ગ્રુપમાં ઓરિસ્સા રાજ્ય ખાતે રહેતા વોન્ટેડ આરોપી નો સંપર્ક કર્યો હતો. અને ત્યાંથી સીમકાર્ડ મંગાવતો હતો.

સીમકાર્ડ કોને-કોને આપવાનો હતો તેની તપાસ થશે

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાએ જણાવ્યું હતું કે, આશિષને સીમ કાર્ડ મોકલનાર કુરિયર કંપનીમાં તપાસ કરાશે. આ કુરિયર કંપની અગાઉ પણ તેને કુરિયર મોકલ્યા છે કે, કેમ અને કયા એડ્રેસ પરથી કુરિયર આવ્યા છે. તથા paytmથી અત્યાર સુધી ઓરિસ્સાના વ્યક્તિને કેટલા ટ્રાન્જેક્શન કરાયા છે તેની પણ તપાસ કરવામાં આવશે. ભૂતકાળમાં ગંભીર પ્રકારના ગુના આચરવા ઘણા ગુનેગારો ડમી સિમકાર્ડનો ઉપયોગ કરે છે.

કંપનીનો કોઈ વ્યક્તિ પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ તે અંગે પુછપરછ કરાશે

આરોપીની વધારે પૂછપરછ કરીને તેની પાસેથી મળી આવેલા સીમકાર્ડ કોને-કોને આપવાનો હતો તથા અગાઉ આવી રીતે કેટલા સીમકાર્ડ મેળવ્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બીજા ગ્રુપ બાબતે માહિતી મેળવવા તેમજ કંપનીમાંથી કેવી રીતે સીમ કાર્ડ કઢાવેલા તથા કંપનીનો કોઈ વ્યક્તિ આ પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ તે અંગે પુછપરછ કરાશે.

ABOUT THE AUTHOR

...view details