- સુરતમાં પેટ્રોલપંપના માલિકની પુત્રીનો આપઘાત
- ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી હતી યુવતી
- ઈન્ટર્નશીપમાં નાપાસ થતા જીવન ટૂંકાવી દીધું
સુરત: અડાજણ વિસ્તારમાં રહેતી અને ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી પ્રિયંકા જાડેજા (ઉં.વ. 21)એ ઈન્ટર્નશીપમાં નાપાસ થતા ફાંસો ખાઈ લીધો છે. ઘરનો દરવાજો ખોલતા પંખા સાથે લટકેલો તેનો મૃતદેહ મળ્યો હતો. અડાજણ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને હોસ્પિટલ લઈ ગયા પણ ડોક્ટરે તેને મૃત જાહેર કરી
આ અંગેની વિગત એવી છે કે, અડાજણના પેટ્રોલપંપના માલિકની 21 વર્ષીય પુત્રી પ્રિયંકા મહાવીરસિંહ જાડેજાની ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. એટલે પરિવાર તે યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતાો. જ્યાં ડોકટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર સાંભળી માતા-પિતા અને કાકા કાકી બેભાન થઈ જમીન પર પડી ગયા હતા. જોકે ઘરમાંથી કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ મળી નથી આવી. ડોક્ટરોએ પ્રિયંકાબાને મૃત જાહેર કરતા અડાજણ પોલીસને જાણ કરાઈ હતી. પરિવારના જણાવ્યાનુસાર, સુરતમાં અલગ અલગ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી હતી. ઈન્ટર્નશીપમાં નાપાસ થતા આપઘાત કર્યો છે.