સુરત: રામજન્મ ભૂમિ અયોધ્યાની જેમ જ વરાછાના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે. માનગઢ ચોકથી જ કારસેવા વખતે મુખ્ય હલચલ થઈ હોવાથી અહીંથી જ શિલાન્યાસ વખતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ વિસ્તારને સજાવવામાં આવ્યો છે.
રામભક્તિઃ મંદિર નિર્માણના ઉપલક્ષ્યમાં 51 કોરોના નેગેટિવ લોકો પ્લાઝમા ડોનેટ કરશે - AyodhyaRamMandir
અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે, ત્યારે દેશભરના લોકો ખુબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ દેશના લોકોને આ ખુશી મળી છે. સુરતવાસીઓ પણ રામજન્મભૂમિ અયોધ્યાની જેમ જ વરાછાના માનગઢ ચોકને શણગારી ઉજવણી કરશે.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરતના અલગ અલગ 27 જગ્યાએ ફટકડા ફોડવા સહિતના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આ સાથે 51 કિલો સુખડીનો પ્રસાદ વિતરીત કરવામાં આવશે. વિશ્વ હિન્દૂ પરિષદ આયોધ્યામા ભગવાન રામના ભવ્ય મંદિરના શિલાન્યાસની સાથે સુરત મીનીબાઝાર ખાતે બપોરે 12 વાગ્યે રામલલ્લાની મહાઆરતીની સાથે રામભક્તો અને કારસેવકોને અયોધ્યા શિલાન્યાસના સાક્ષી બનવાનો સંતોષ વ્યક્ત કરશે.
આ અંગે VHP સુરતના નેતા દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, મહાઆરતીની સાથે 51 કોરોના નેગેટિવ થયેલ લોકોને પ્લાઝમા ડોનેટ કરાવી કોરોના પોઝિટિવ લોકોના જીવ બચાવવાનો સંકલ્પ પણ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ લોકોને આહવાન કરે છે કે, દરેક હિન્દુ સાંજે 7 વાગ્યે પોતાના ઘરે 5 દીપ પ્રગટાવે.