ગુજરાત

gujarat

ETV Bharat / city

લ્યો બોલો..! આ ખેડૂત માત્ર ઘાસ વાવીને મેળવી રહ્યા છે લાખો રૂપિયાની આવક, શું છે આ ઘાસ જૂઓ - પામારોજા ઘાસનો ઉપયોગ

દક્ષિણ ગુજરાતના એક ગામમાં જમીન ગણોત લઈ પામારોજા નામના (Surat Pamaroja Grass Cultivation) ઘાસની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. શું છે પામારોજાની ખેતી અને કેવી રીતે (Surat Modern Farming) આ ઘાસમાંથી મળવે છે આવક જાણો સંપૂર્ણ માહિતી આ ખાસ અહેવાલમાં

લ્યો બોલો..! આ ખેડૂત માત્ર ઘાસ વાવીને મેળવી રહ્યા છે લાખો રૂપિયાની આવક, શું છે આ ઘાસ જૂઓ
લ્યો બોલો..! આ ખેડૂત માત્ર ઘાસ વાવીને મેળવી રહ્યા છે લાખો રૂપિયાની આવક, શું છે આ ઘાસ જૂઓ

By

Published : May 21, 2022, 3:15 PM IST

સુરત : સુરત જિલ્લાના વિસ્તારોના ખેડૂતો શેરડી, શાકભાજી અને બાગાયતમાં કેરીની ખેતી વધારે જોવા મળતી હોય છે. પરંતુ, મૂળ સૌરાષ્ટ્રના એક ખેડુતે સુરત વિસ્તારમાં ખેતીમાં બદલાવ લાવ્યો છે. આ ખેડુત એક ખાસ પ્રકારના (Pamaroja Ghas in Surat) ખાસની ખેતી કરે છે. આ ઘાસથી તેવો દર વર્ષે લાખો રૂપિયા કમાય છે. મૂળ સૌરાષ્ટ્રના જૂનાગઢના હરેશ કાપડીયા નામના ખેડૂત પુત્ર સુરત વિસ્તારમાં ખેતીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય?, આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય?, તેમાં ઓછા ખર્ચમાં વધુ ફાયદો કેવી રીતે મળી શકે? એ માટે હરેશ કાપડીયાએ ઉતરપ્રદેશના લખનઉ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

પામારોજા ઘાસની ખેતી કરી કેવા રીતે આવક મેળવી રહ્યા છે જૂઓ

શારીરિક તંદુરસ્તી માટે ઔષધી - પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્ર પટેલે જણાવ્યુ કે, પામારોજા ઘાસની ખેતી (How to Cultivate Pamaroja Grass) કેવી રીતે થાય, કેવા પ્રકારની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય. આ માટે લખનઉ કૃષિ યુનિવર્સીટીમાં ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના માંગરોળ તાલુકાના દીણોદ ગામે 80 વીઘા જમીનમાં પામોરોજાની ખેતી કરી અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર થઈ જાય છૅ. બોઇલરમાં તેની પ્રોસેસ કરી તેલ બનાવવામાં આવે છૅ. આ તેલ ઔષધિ છે અકસીર થાય છે. હાથ પગના દુખાવા તેમજ કમરના દુખાવામાં આ તેલનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ખાસ કરીને, પામરોજા (Surat Modern Farming) ઘાસમાંથી નીકળતું સુગંધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુઓ, પરફ્યુમ, ચેઇન, તેમજ અન્ય વસ્તુમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતી હોવાથી આ તેલની માંગ વધુ છે.

પામારોજા ઘાસ

આ પણ વાંચો :Jamnagar Hapa Market Yard: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ વખત કલોંજીના પાકની આવક શરૂ

આ પાકને પશુઓ કંઈ બગાડી શકતા નથી -દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ખેડૂત છે તેને પોમોરોજાની (Surat Pamaroja Grass Cultivation) ખેતી કરી છે. આ પોમારોજાનું બિયારણ કચ્છ રાપરથી મંગાવવામાં આવ્યું હતું. આ ખેતી સરળ છે. એકવાર ખર્ચ કર્યા બાદ સાત વર્ષ સુધી ખર્ચ આવતો નથી. ઘાસ એકવાર કાપ્યા બાદ પૂન:ઘાસ ઊગી જાય છે. અતિવૃસ્ટી હોય કે જંગલી ભૂંડ કે ઢોરોથી આ ઘાસને નુકસાન થતું નથી. પરંતુ, આ ઘાસમાંથી નીકળતું કિંમતી તેલ 1 કિલો 2500 થી 2700 રૂપિયા ભાવ મળે છે. કોઈ બજાર શોધવા જવું પડતું નથી પણ લોકો આ તેલ ફાર્મ પર આવી લઇ જાય છૅ. કેમ કે, આ તેલ કોસ્મેટિક, શેમ્પુ, સાબુ, આયુર્વેદિક દવામાં (Pamaroja Grass Use) થતું હોવાથી ખૂબ માંગ છે. આ ઘાસની જળવાની (Pamaroja Ghas) કરવા માણસ રાખવા પડતા નથી ઓછા લેબર અને ઓછી મહેનતે, ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે.

આ પણ વાંચો :Soil lace cultureમાં ઓછા ખર્ચે આધુનિક ખેતી કરી વધુ ઉત્પાદન મેળવતા ખેડૂતો વિશે જાણો...

એક વાર ઉગાડયા બાદ સાત વર્ષ સુધી આપ મેળે પાક ઉગે છે -સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘાસ પ્રોસેસ કર્યા બાદ જે વેસ્ટ બચે છે જેને ઇધણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. મહત્વની બાબત એ છે કે આ પોમારોજાની ખેતીમાં ઓછા પાણી અને એકવાર ઘાસ તૈયાર થઈ જાય પછી સાત વર્ષ સુધી આ પાક આપમેળે ઉગે છે. એટલે માવજત કરવી પડતી નથી પણ આ ઘાસમાંથી નીકળતા તેલની માંગ દેશ અને વિદેશમાં હોવાથી ખેડૂત પોતાના ફાર્મ પરથી તેલ વેચી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ખાસ કરીને ભારે વરસાદ કે માવઠાની અસર પણ થતી નથી એટલે અન્ય પાક કરતા આ ઘાસની ખેતી સુરક્ષિત અને લાખોની આવક રળી આપતી ખેતી છે. સૌરાષ્ટ્રના આ ખેડૂતે દક્ષિણ ગુજરાતના સુરતના એક ગામમાં આ ઘાસની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે અન્ય ખેડૂતો પણ આ ખેતી જોવા આવી રહ્યા છે ત્યારે સમયની સાથે ખેતીમાં બદલાવ (Pamaroja Grass Income) અને આધુનિક ખેતી કરવું જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details