- લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખું અભિયાન
- કાશ્મીરના સૈનિકોને 2,500 સેફટી ગોગલ્સ અર્પણ કરાશે
- 10 તબક્કામાં 50 હજાર સેફટી ગોગલ્સ મોકલવામાં આવશે
સુરત:બર્ફીલી સીમા પર તૈનાત સૈનિકોના નૈત્ર રક્ષણ માટે સુરતની સંસ્થા 50,000 સેફટી ગોગલ્સ મોકલશે. લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અભિયાનના પ્રથમ તબક્કે કાશ્મીરના પૂંજ ખાતે દેશ માટે ફરજ બજાવી રહેલા સૈનિકોને 2,500 સેફટી ગોગલ્સ લેધર પાઉચમાં અને સન્માન સલામી પત્ર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ 10 તબક્કામાં 50 હજાર સેફટી ગોગલ્સ મોકલવામાં આવશે.
સૈનિકોને 50 હજાર નેત્ર સુરક્ષા કવચ અપાશે
જમ્મુ-કાશ્મીરના બર્ફીલી સરહદમાં દેશ માટે કર્તવ્ય નિભાવી રહેલા સૈનિકોના આંખની સુરક્ષા કરવા માટે સુરતની એક સંસ્થા સામે આવી છે. બરફમાં સૂર્યકિરણ પડતા તે કિરણ આંખની કીકી માટે હાનિકારક હોય છે. આમ તો સૈનિકોની આંખને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સેફટી ગોગલ્સ આપતી હોય છે, પરંતુ અનેક વાર સૈનિકોથી તે તૂટી જતી હોય છે અથવા તો ખોવાઈ જાય છે. આવી પરિસ્થિતીમાં ક્યારે પણ દેશના સૈનિકોને સેફટી ગોગલ્સની અછત ન થાય તે હેતુથી સુરતના લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિકોને 50 હજાર નેત્ર સુરક્ષા કવચ એટલે કે સેફટી ગોગલ્સ આપવામાં આવશે.