ગુજરાત

gujarat

સુરત નવી સિવિલ હોસ્પિટલ: વોર્ડમાં મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ

By

Published : Aug 5, 2022, 7:24 PM IST

Updated : Aug 5, 2022, 7:35 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital ) ચોથા વર્ગની કોન્ટ્રાકટ મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઇરલ (Video Viral ) થયો હતો. મહિલા કર્મચારીનો એના પ્રેમી સાથે જાહેરમાં અંગત પળો માણતો વિડીયો વાઇરલ થતા હોસ્પિટલના તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયાં છે. એક ડોક્ટરે તેઓને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ કરી હોવાનું સામે આવ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ: વોર્ડમાં મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ
સુરત નવી સિવિલ હોસ્પિટલ: વોર્ડમાં મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ

સુરતઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital ) આવેલ J-4 વોર્ડની બહાર ચોથા વર્ગની કોન્ટ્રાકટ મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ થયો હતો. મહિલા કર્મચારીની એના પ્રેમી સાથેની અંગત પળનો વિડિઓ વાઇરલ (Video Viral )થતા હોસ્પિટલના તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયાં છે. એક ડોક્ટરે પકડી બન્નેને રગેહાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચેનચાળાથી હોસ્પિટલની છબી ખરડાય તેવું બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, પરિવારનો આક્ષેપ

અધિક્ષકે કર્યો સ્વીકારઃ આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના (Surat New Civil Hospital ) અધિક્ષક ગણેશ ગોવેકરે જણાવ્યું કે, આ વિડિઓ (Video Viral )અમારી સિવિલ હોસ્પિટલનો જ છે. આમાં મારાં જ ડૉક્ટરે આ બંનેને તેજ સમય દરમિયાન ઝડપીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તથા તમામ સ્ટાફને આ બાબતે ગંભીર રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકોની 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ, બની રહ્યા છે અસુવિધાનો ભોગ

ચેનચાળાવાળા કર્મચારી હોય તેમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવશેઃતેમણે વધુમાં જણાવ્યુ કે,હોસ્પિટલમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ પણ ટ્રેનિંગ તથા ઇન્ટર્નશિપ માટે આવતા હોય છે. ત્યારે કોઈ વોર્ડ કે પછી હોસ્પિટલના (Surat New Civil Hospital ) કેમ્પસમાં આ રીતના ચેનચાળાથી હોસ્પિટલની છબી ખરડાય તેવું બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વિડિઓ (Video Viral ) ક્યારે વાઇરલ થયો એ અમને હાલ જ ખબર પડી છે. જે આવા ચેનચાળાવાળા કર્મચારી હોય તેમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવશે.

Last Updated : Aug 5, 2022, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details