- કોરોના કેસમાં ધીરે ધીરે ઘટાડો
- મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાનની કરી શરૂઆત
- કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કરી શરૂઆત
સુરત: જિલ્લામાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની હતી ,હાલમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. હાલમાં શહેરોમાં પણ કોરોના મુક્ત વૉર્ડ કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મંત્રી ગણપત વસાવા પર્વત પાટિયા કોમ્યુનિટી હોલ ખાતે આસોઇલેટ મુલાકાત લીધી હતી અને સુરતને જલ્દી કોરોના મુક્ત કરવાની વાત કરી હતી.
મારો વોર્ડ કોરોના મુક્ત અભિયાન
મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે મારું ગામ કોરોના મુક્ત અભિયાન પછી રવિવારથી તમામ મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓની અંદર મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન પણ રાજ્ય સરકાર શરૂ કરવા જઇ રહી છે અને સુરત મહાનગર પાલિકામાં રવિવારથી આમે શરૂવાત કરી છે ગુજરાતમાં કોરોનાના કેસો દિવસે દિવસે ઘટી રહિયા છે આવનારા દિવસોમાં સંક્રમણને ફેલતા અટકાવીશું તો આપણું સુરત ખૂબ ઝડપથી કોરોના મુક્ત બનશે.
આ પણ વાંચો : ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી