ગુજરાત

gujarat

ETV Bharat / city

RTI મુજબ સુરત મનપાએ કુતરાના ખસીકરણ માટે 3.47 કરોડ રૂપિયા ખર્ચ્યા - dog Vasectomy scam

સુરત મહાનગરપાલિકાના ખીચડી કૌભાંડ, કચરાપેટી કૌભાંડ બાદ હવે શ્વાન કૌભાંડ બહાર આવ્યું છે. આ અંગે સુરતના એક RTI એક્ટિવિસ્ટ દ્વારા સુરત મહાનગર પાલિકાએ રખડતા કૂતરાઓના ખસીકરણના નામે કરોડોનું કૌભાંડનો કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. RTI મુજબ પાલિકાએ 47 હજાર કુતરાના ખસીકરણ માટે SMC દ્વારા 3.47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Dog castration in surat
Dog castration in surat

By

Published : Oct 10, 2020, 5:21 PM IST

સુરત : શહેરના જાગૃત નાગરિક તુષાર મેપાણી દ્વારા કરવામાં આવેલી RTI મુજબ 2014થી લઈને અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાએ શ્વાનની નસબંધી કરવા માટે રૂપિયા 3,47,74,464 ચૂકવ્યા છે. આ વર્ષ દરમિયાન 47,133 શ્વાનને પકડીને તેમની નસબંધી કરવામાં આવી છે. આ આંકડા RTIના જવાબમાં દર્શાવવામાં આવ્યા છે. આ RTIના જવાબ મુજબ શ્વાનદિઠ 773 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.

RTI મુજબ પાલિકાએ 47 હજાર કુતરાના ખસીકરણ માટે SMC દ્વારા 3.47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

આ અંગે RTI એક્ટિવિસ્ટ તુષારે જણાવ્યું હતું કે, એક બાદ એક પાલિકાના કૌભાંડ સામે આવી રહ્યા છે. RTI કરી તમામ વિગતો માંગવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે શ્વાનના ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાએ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ 2005 (RTI)એ ભારતીય સંસદનો કાયદો છે. તે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે.

સુરત પાલિકાએ 47 હજાર કુતરાના ખસીકરણ માટે પાલિકાએ 3.47 કરોડ ખર્ચ્યા

આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક જાહેર સત્તાધિકારી (સરકાર અથવા રાજ્યોના સાધનરૂપ તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી માહિતીની માગ કરી શકશે અને તેમને ઝડપથી અથવા 30 દિવસના સમયગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે. આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે, કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય.

15મી જૂન, 2005ના રોજ RTI એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને 12મી ઓક્ટોબર, 2005ના રોજ સંપૂર્ણ રીતે RTI એક્ટ અમલમાં આવ્યો હતો. ભારતમાં અત્યાર સુધી ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે.

ABOUT THE AUTHOR

...view details