સુરત: અનલોક-1માં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ શરૂ થયેલા હીરા ઉદ્યોગને ફરી એક વખત કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હીરા કારખાનાઓમાં કામ કરતા 700થી વધુ રત્ન કલાકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે વરાછા મીની બજાર, કતારગામ અને મહિધરપુરા હીરા બજાર બંધ કરાવી દીધા છે. જેના કારણે રત્ન કલાકારો અને હીરા વેપારીઓને ફરી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાએ વરાછા મીની બજાર, કતારગામ અને મહિધરપુરા હીરા બજાર બંધ કરાવી સુરતમાં કોરોના અપડેટ
- એક્ટિવ કેસ- 1333
- કુલ ડિસ્ચાર્જ-3141
- કુલ મોત-154
- કુલ ક્વોરેન્ટાઈન-12899
સુરતના કતારગામ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વરાછા હીરા બજારમાં આવેલા હીરા કારખાનાઓમાં કામ કરતા રત્ન કલાકારોના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. રત્ન કલાકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રએ દ્વારા અચોક્કસ મુદત માટે મહિધરપુરાનું હીરા બજાર બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વરાછા અને કતારગામ વિસ્તારના હીરા કારખાનાઓને એક અઠવાડિયા સુધી બંધ રાખવાની સૂચના આપી આવી છે.
મંગળવારે મહિધરપુરા હીરા બજારમાં ઓફિસો અને હીરા કારખાનાઓ ખુલતાં પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યાં હતાં.