- સુરત મહાનગરપાલિકાનું નવું ભવન સ્માર્ટ રહે તે માટે વડાપ્રધાને આપ્યા સૂચનો
- નવું ભવન 108.9 મીટર ઊંચું અને 21 લાખ ચોરસ ફૂટ બાંધકમ ધરાવતું હશે
- 16 માળની જગ્યાએ 28 માળની બિલ્ડીંગ બનાવવામાં આવશે
સુરત : વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું શહેર એટલે સુરત, અનેકવાર સ્માર્ટ સિટી એવોર્ડ (Smart City Award) મેળવી ચૂકેલી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)નું નવું ભવન સ્માર્ટ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સૂચનો અધિકારીઓને આપ્યા છે. અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સમક્ષ નવા બિલ્ડીંગની 16 માળની ડિઝાઇન રજૂ કરી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝાઇન બદલીને તેને 29 માળ કરાવ્યા છે.
વડાપ્રધાન SMC ના અધિકારીઓને આપી સુચના
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં તેઓ સુરત પ્રત્યે કેટલા પ્રેમ ધરાવે છે અને કેટલી બારીકાઈથી ધ્યાન આપે છે તેનો એક ઉદાહરણ હાલના દિવસમાં જોવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગરોડ પર જૂની સબજેલવાળી જમીન ઉપર નવું ભવન નિર્માણ કરનાર છે. હાલ વહીવટી ભવન સુરતના મુગલીસરા ખાતે આવેલુ છે. ગાંધીનગર ખાતે નવા ભવન અંગે પ્રેઝન્ટેશન સુરત મનપાના અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલું હતું, પરંતુ આ પ્રેઝન્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંતુષ્ટ નહોતા અને તેઓએ સુધારા માટે કેટલાક સૂચનો કર્યા હતા.
હેલિપેડની સુવિધાથી સજ્જ રહેશે