- વિદ્યાર્થીઓના હિત માટે બેઠક યોજવામાં આવી
- શરદી-ઉધરસ હલકો તાવ જેવું લાગે તો તરત કોરોના ટેસ્ટ કરવામાં આવશે
- રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યો છે તેની જાણકારી સ્કૂલ-કોલેજોમાં આપવી પડશે
સુરતઃ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સુરતની તમામ સ્કૂલ અને કોલેજોના આચાર્ય જોડે એક બેઠક યોજી હતી. તેમાં મનપા કમિશનર દ્વારા સ્કૂલ કોલેજોના આચાર્યઓને જણાવવામાં આવ્યું હતું કે, જો તમારી સ્કૂલ કોલેજોમાં તમને અથવા તમારા શિક્ષકોને, વિદ્યાર્થીઓને શરદી-ઉધરસ, તાવ જેવું લાગે તો તરત કોરોના ટેસ્ટ કરાવવો અને ત્યારબાદ વિદ્યાર્થીને જે તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્કૂલ-કોલેજોમાં પ્રવેશ આપવો. જેથી આપણે અને આપણી કોલેજના વિદ્યાર્થીઓ, સંચાલકો સુરક્ષિત રહી શકે.