- સુરતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
- મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ લિંબાયત, પાંડેસરા, ડીંડોલી વિસ્તારોની મુલાકાત લીધી
- હાલની પરિસ્થિતિ વિશે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ઉધના ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રવિવારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ તે વિસ્તારની મુલાકાત લઇ હાલની પરિસ્થિતિ વિશે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાસ તકેદારી રાખીને અધિકારીઓને પણ કોરોના સંક્રમણ ન થાય તે રીતે કામ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોના સંક્રમણ વારા વિસ્તારોની મુલાકાત લીધી આ પણ વાંચોઃ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા
પાંડેસરા, લિંબાયત, ડિંડોલી સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો
સુરતમાં ખાસ કરીને પાંડેસરા ઉધના લિંબાયત, ડિંડોલી જેવા વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે તે વિસ્તારના પાલિકા ઝોન ઓફિસર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે તેમજ માસ્ક પહેરવા માટે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ કોરોનાથી બચવા માટે ત્રણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. હેન્ડ સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ વગેરે જેવી માહિતી આપીને લોકોને જાગૃત કર્યા હતા.
સુરતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ અલગ-અલગ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ઉધના સાઉથ ઝોનના અધિકારીઓ દ્વારા લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. તેજ રીતે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 25 ઓટો રીક્ષામાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.