- કોવિડ વેક્સિનેશનના નવા તબક્કાની શરૂઆત
- સાંસદ દર્શના જરદોશે વેક્સિન લીધી
- સાંસદે લોકોને વેક્સિન લેવા કરી અપીલ
સુરતઃ કોવિડ વેક્સિનેશનની આજથી સોમવારથી નવા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતના સાંસદ દર્શના જરદોશ તથા ભાજપના મંત્રી અશોક જીંદલ સહિત 60 વર્ષથી ઉપરના નેતાઓએ કોરોના રસી લીધી હતી. દર્શના જરદોશે પતિ વિક્રમ જરદોશ સાથે વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.