ગુજરાત

gujarat

ETV Bharat / city

CR પાટીલની રેલીમાં હાજર રહેલા MLA હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - ધારાસભ્ય હર્ષ સંઘવી

સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં કોરોના કાળમાં પ્રથમ દિવસથી સતત કાર્યરત અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કોલ સેન્ટર તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર મેળવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની રેલીમાં તેઓ જોડાયા હતાં.

Suratnews
સુરત

By

Published : Aug 27, 2020, 11:00 AM IST

સુરત: શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો. તે દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઈ ફૂડ પેકેટના વિતરણની કામગીરી કરનાર ધારાસભ્ય હર્ષ સંઘવીનો કરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત મજુરા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી તેમને પોતે ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.

સંઘવીએ અપીલ કરી હતી કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઈન થઈને પોતાનો ટેસ્ટ કરાવે.

હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ

હાલ જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર ખાતે યોજાયેલી રેલીમાં હર્ષ સંઘવી સામેલ થયા હતા. આ રેલીમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર સામેલ હતા. તેમજ રસ્તા ઉપર ગરબા પણ રમ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા. તેમની ભારે ટીકાઓ પણ થઈ હતી.

હર્ષ સંઘવીએ કોરોના દર્દીઓની સારવાર માટે સુરતના અલથાન વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરની પણ શરૂઆત કરી છે. જેમાં સારવાર મેળવ્યા બાદ અને દર્દીઓ સાજા પણ થયા છે.

ABOUT THE AUTHOR

...view details