સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે સુરતના ધારાસભ્યએ રક્ષાબંધનના આગલા દિવસે ઉજવણી કરી હતી. મજુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને રાખડી બંધાવી હતી. અલથાણ ખાતે મજુરા મિત્ર મંડળ દ્વારા તૈયાર અટલ સંમવેદના કોરોના કોવિડ કેર સેન્ટર ખાતે ધારાસભ્યએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. PPE કીટ પહેરી કોરોનાની સારવાર લેનાર મહિલાઓ અને નર્સિંગ સ્ટાફ પાસે રાખડી બંધાવી હતી. જ્યારે નર્સિંગ સ્ટાફે પુરુષ દર્દીઓને રાખડી બાંધી હતી અને ત્યારબાદ પરિવાર જોડે વીડિયો કોલથી સંપર્ક કરાવ્યો હતો. જ્યાં ભાવુક દૃશ્યો પણ સર્જાયા હતા.
અનોખી પહેલઃ સુરતના ધારાસભ્યએ કોરોના કેર સેન્ટરના દર્દીઓને રાખડી બાંધી - Harsh Sanghavi
સામાન્ય રીતે ચૂંટણી જીત્યા બાદ પ્રજા સાથે નેતાઓ ભાગ્યે જ જોવા મળતા હોય છે. કોરોના કાળમાં પોતાનો જીવ બચાવવોએ પ્રાથમિકતા હોય છે પરંતુ, આવી સ્થિતિમાં સુરત મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોના કેર સેન્ટરમાં જઈને દર્દીઓ અને નર્સિંગ સ્ટાફને રાખડી બાંધી હતી.
![અનોખી પહેલઃ સુરતના ધારાસભ્યએ કોરોના કેર સેન્ટરના દર્દીઓને રાખડી બાંધી અનોખી પહેલઃ સુરતના ધારાસભ્યએ કોરોના કેર સેન્ટરના દર્દીઓને રાખડી બાંધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8267436-1038-8267436-1596361581673.jpg)
રક્ષાબંધનના તહેવારની ઉજવણીને લઈને ભાઈ અને બહેન બન્ને ઉત્સાહમાં હોય છે, જો કે કોરોનાની મહામારીમાં સપડાયેલા કેટલાક ભાઈઓ અને બહેનો એવા છે કે તેઓ હાલ હોસ્પિટલમાં અથવા તો કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. જેથી તેઓ પોતાના ભાઈ કે બહેન સાથે રક્ષાબંધન નહીં મનાવી શકે. ત્યારે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા બનાવવામાં આવેલા અટલ કોવિડ કેર સેન્ટરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં દર્દીઓ હાલ હોસ્પિટલમાં રહીને પણ રક્ષાબંધનનો પર્વ માણી શકે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું.