- સુરતના મેયર આવ્યા વિવાદમાં
- લોકોને ગાઇડલાઇનનું પાલન કરાવવા મેયર રસ્તા પર
- મેયરે પોતે જ નિયમોનું ઉલ્લંઘન કર્યું
સુરત : શહેરના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા વિવાદમાં આવ્યા છે. ચાર મહાનગરો સહિત સુરતમાં કોરોનાને લઇ રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂનું પાલન ચુસ્તપણે થાય તે માટે સુરત પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. પોલીસના કામ અંગે મેયર હેમાલીબેન રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાત્રિ કર્ફ્યુ દરમિયાન લોકોને રોકી પ્રશ્ન કર્યા હતા કે, શા માટે કરફ્યૂ દરમિયાન નીકળ્યા છો...? એટલું જ નહીં તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો છે. રાત્રિ કરફ્યૂના કેટલા કલાક પહેલા તેઓએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને જેમાં કોરોના ગાઈડલાઇન્સનો ઉલ્લંઘન કર્યું હતું. મેયર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના જન્મ દિનની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં વરણી સમયે કોરોનાની ગાઈડલાઈનનું ઉલંઘન
મેયરે કહ્યું કે, ગાડી સાઈડમાં મૂકાવી દઈશ!
અગત્યની વાત એ છે કે, મેયરને કોઈની ગાડી રોકીને તેમની પૂછપરછ કરવાની સત્તા નથી. તેમ છતાં મેયર રાત્રિ કરફ્યૂ દરમિયાન નીકળી લોકોની ગાડી રોકી સાઈડમાં મૂકાવી દઈશ જેવા શબ્દોથી તતડાવ્યા હતા. એટલું જ નહીં, દરેક ગાડી રોકીને તેઓ ફોટો સેશન પણ કરાવી રહ્યા હતા અને પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી પબ્લિસિટી પણ મેળવી રહ્યા હતા. તેમના આ વલણથી લોકો નારાજ છે અને લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કર્યા છે. મેયર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ માસ્ક વગર ફરી રહ્યા હતા.